Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયટ્વીટરે આ હેશટેગનો ઉપયોગ કરનાર 250 વ્યક્તિઓના એકાઉન્ટ કર્યા બંધ, જાણો કારણ

ટ્વીટરે આ હેશટેગનો ઉપયોગ કરનાર 250 વ્યક્તિઓના એકાઉન્ટ કર્યા બંધ, જાણો કારણ

- Advertisement -

સોમવારે ટ્વિટરે આશરે 250 જેટલા ટ્વીટર એકાઉન્ટ બંધ કર્યા છે. ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે ટ્વીટર એકાઉન્ટને બ્લોક કરવા માટે નિર્દેશ આપ્યો છે જે 30 મી જાન્યુઆરીએ #ModiaPlanningFarmerGenocide હેશટેગનો ઉપયોગ કરી રહ્યા હતા અને બનાવટી, ધમકાવનારા અને ઉશ્કેરણીજનક પોસ્ટ અપલોડ કરી રહ્યા હતા તેમના એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે.

- Advertisement -

ટ્વીટરે ભારતના કિસાન એકતા મોરચા, ધ કરવા ઇન્ડિયા, માણેક ગોયલ, ટ્રેક્ટર 2 વ્હાઈટ, જટ જંક્શન નામના એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. સરકારી અધિકારીઓ જણાવી રહ્યા છે કે ટ્વીટર દ્રારા 250 જેટલા અકાઉન્ટ અને ટ્વીટ બ્લોક કરી દીધા છે. #ModiPlanningFarmerGenocide આ હેશટેગનો જે ઉપયોગ કરી રહ્યા હતા તેમના અકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. આ એકાઉન્ટ 30 જાન્યુઆરીના રોજ ખોટા અને ભડકાવનાર ટ્વીટ કરી રહ્યા હતા. ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે આ કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યો હતો. સરકાર દ્રારા જણાવવામાં આવ્યું છે કે આ કાર્યવાહી ખેડૂત આંદોલનના લીધે હિંસા ફેલાતી રોકવા માટે કરવામાં આવી છે. બ્લોક કરવામાં આવેલા આ એકાઉન્ટમાં અમુક એવા પણ એકાઉન્ટ છે જે આ હેશટેગનો ઉપયોગ કરી રહ્યા ન હતા. જે એકાઉન્ટ માંથી ખેડૂત આંદોલનને લઇને હિંસા ફેલાય તેવા ટ્વીટ કરવામાં આવી રહ્યા હતા તે બંધ કરી દેવામાં આવ્યા છે.

- Advertisement -

ટ્વીટરે નિર્દેશ આપ્યો છે કે ઘણા દેશોમાં એવા નિયમો છે જે ટ્વીટ અને ટ્વીટર એકાઉન્ટ પર લાગુ પડે છે. અમુક કન્ટેન્ટને રોકવો જરૂરી હોય છે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન માટે પારદર્શિતા ઘણી જરૂરી હોય છે. જો ટ્વીટરને કોઈ ઓથોરાઈડસ ઓથોરિટી દ્રારા રીક્વેસ્ટ મળે તો તે વિષય આધારિત દેશમાં અમુક કન્ટેન્ટ પર રોક લગાવી દે છે.અને એકાઉન્ટને સુચના આપ્યા વગર જ ટ્વીટર દ્રારાતે એકાઉન્ટ બંધ કરી દેવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular