જામનગર શહેરના જડેશ્વર પાર્ક વિસ્તારમાંથી સાયકલ પર જતાં વિદ્યાર્થીને પાછળથી આવી રહેલા બાઇકસવાર ચાર શખ્સોએ યુવક ઉપર છરી વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં નંદનવન પાર્કમાં રહેતો અને અભ્યાસ કરતો મિતપાલસિંહ અનિરુધ્ધસિંહ સોલંકી (ઉ.વ.18) નામનો વિદ્યાર્થી શુક્રવારે સાંજના સમયે તેની સાયકલ પર જડેશ્વર પાર્કમાંથી પસાર થતો હતો તે દરમિયાન પાછળથી પૂરપાટ બાઇકમાં આવી રહેલા હર્ષ અને તેનો મિત્ર દિપ બંને વોર્ન વગાડી ફૂલસ્પીડમાં નિકળતાં મિતપાલસિંહે બાઇક સ્પીટમાં શા માટે ચલાશ? તેમ કહેતા બાઇક ઉભું રાખી હર્ષ હિતેશ નંદા, હિતેશ નંદા, મહેશ હિતેશ નંદા અને દિપ નામના ચાર શખ્સોએ એક સંપ કરી હર્ષે હાથમાં પહેરેલા કડા વડે હુમલો કર્યો હતો. જ્યારે હિતેશ નંદાએ મિતપાલસિંહને પકડી રાખ્યો હતો ત્યારે મહેશે છરી વડે માથામાં તથા માથાના પાછળના ભાગમાં ઇજા પહોંચાડી હતી અને પતાવી દેવાની ધમકી પણ આપી હતી. નજીવી બાબતે વિદ્યાર્થી ઉપર કડા અને છરી વડે હુમલો કર્યાની જાણના આધારે હેકો એમ.આર. પરમાર તથા સ્ટાફે ચાર શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.