Wednesday, October 23, 2024
Homeહેલ્થ એન્ડ વેલનેસશું રાત્રી ભોજન બાદ તમે પણ આ ભૂલ કરી રહ્યા છો??? તો...

શું રાત્રી ભોજન બાદ તમે પણ આ ભૂલ કરી રહ્યા છો??? તો ચેતી જજો…

- Advertisement -

સામાન્ય રીતે દરેક વ્યક્તિની કોમન પ્રોબ્લેમ છે. ડાયેટ… ઘણાંનું વજન ડાયટીંગ કર્યા પછી પણ ઉતરતું નથી. તો ઘણાનું વજન વધતુ જ જતું હોય છે. ત્યારે રાત્રી ભોજન પછી શું તમે આવી ભુલો કરો છો? તો ચેતી જજો તમારું વજન વધી શકે છે. તો જાણો રાત્રે ભોજન પછી શું કરવું અને શું ન કરવું જોઇએ?

- Advertisement -

નવીદિલ્હીથી ક્લિનીકલ ન્યુટ્રિશનિસ્ટ દિપાલી શર્મા જણાવે છે કે, રાત્રે જમ્યા પછી ઘણી આદતો બદલવી જોઇએ જેમ કે, ઘણા રાત્રે ચા કે કોફી પીવે છે. ચા અને કોફીમાં જે કેફ્રેઇન હોય છે તતે આપણા આઇસી કેલ્સિયમ સાથે મળે તો વજન વધારી શકે છે. જેનાથી પાચનમાં રૂકાવટ થાય છે. આ ઉપરાંત ભોજન બાદ વધુ પડતું પાણી ન પીવુ જોઇએ. વધુ પાણી પીવાથી ખોરાક પચાવનારા એસિડ ઓછા થઇ જાય છે. જેથી અપચો થવાની શકયતાઓ વધી જાય છે. જમ્યા પછી એક્સરસાઇસ ન કરવી જોઇએ. આ ઉપરાંત લોકો જમવાની સાથે સોફટડ્રીંક પીતા હોય છે. જે રીત ખોટી છે. તેમાં વધુ માત્રામાં સુગર હોય છે. જે જમવા સાથે લેવાથી શરીરમાં આપણી કેલેરી વધારી દે છે. આ સિવાય જમ્યા બાદ ડેઝર્ટ ખાવાની આદત હોય છે. ઘણાં લોકોને પરંતુ આ આદત તમારો વજન વધારી શકે છે. કારણ કે, સામાન્ય રીતે આપણા આખા દિવસની ડાયેટમાં આપણે જે કેલેરી લઇએ છીએ તે કેલેરી મીઠુ ખાવાથી વધી જાય છે અને આપણુ કેલેરી ડાયટ ડિસ્ટર્બ થઇ જાય છે. રાત્રે ભોજનનો સમય અને સુવાના સમય વચ્ચે વધુ ગેપ ન રાખવો જોઇએ અને સાથે-સાથે જમીને તુરંત પણ સુઇ ન જવું જોઇએ કેમ કે, તેનાથી એસિડીટી, ગેસ, ઘબરાહટ અને વજન વધવાની સમસ્યા થઇ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular