Saturday, July 27, 2024
Homeબિઝનેસસોનાનો ભાવ સર્વોચ્ચ સપાટીએ

સોનાનો ભાવ સર્વોચ્ચ સપાટીએ

- Advertisement -

ઝવેરી બજારમાં આજે સોનામાં તેજી જોવા મળી છે અને સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક ઉછાળો થતા ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. આ સાથે ચાંદીના ભાવમાં પણ ચમકારો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં આજે સવારના સોદામાં તેજી જોવા મળી હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર એપ્રિલ 2024માં એક્સપાયરી માટેના સોનાના ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સ રૂપિયા 66,100 પ્રતિ 10 ગ્રામના ભાવે ખૂલ્યો હતો અને કોમોડિટી માર્કેટ ખુલ્યાની મિનિટોમાં જ ભાવ રૂપિયા 66,778 પ્રતિ 10 ગ્રામની ઇન્ટ્રાડે હાઈ પર પહોંચી ગયો હતો. આ ઇન્ટ્રા-ડે હાઈને સ્પર્શતા, MCX સોનાના દર આજે સ્થાનિક બજારમાં ઓલટાઈમ હાઈ પર પહોંચ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની તાજેતરની કિંમત 2200 ડોલરની ઉપર છે. હાલમાં સ્પોટ માર્કેટમાં સોનું 2,202 ડોલર પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular