Wednesday, October 23, 2024
Homeખબર સ્પેશીયલToxic Food વિશે તો સાંભળ્યું છે પરંતુ આ Toxic Relationship એટલે શું??...

Toxic Food વિશે તો સાંભળ્યું છે પરંતુ આ Toxic Relationship એટલે શું?? ચાલો જાણીએ

- Advertisement -

કોઇપણ સંબંધ માટે જરૂરી છે એક બીજાને સમજવું. જો તમે કોઇ સંબંધમાં છો અને તે સારો ચાલી રહ્યો છે તો બરાબર છે. પરંતુ તે સંબંધ ધીમે ધીમે બગડી રહયો છે. જલન, હીનભાવના, શક વગેરે તમારા સંબંધ પર હાવી થઈ રહ્યા છે. તો ચેતીજ જજો તો તમારા સંબંધ અનહેલ્ધી અને ટોકસીક રીલેશનશીપ થઈ રહ્યો છે. અને તમારે આ સંબંધ ને અલવિદા કહી દેવું જોઇએ.

- Advertisement -

છેલ્લાં ઘણાં સમયથી અવાર-નવાર અમુક કિસ્સાઓ જેવા કે શ્રધ્ધા હત્યાકાંડ જેવા સામે આવી રહ્યા છે. ત્યારબાદ લોકો રીલેશનશીપને લઇને ખૂબ સાવધાન થઈ ગયા છે. ટોકસીક રીલેશનશીપને કઇ રીતે ઓળખશ? ચાલો જાણીએ.

સંબંધો એવા હોવા જોઇએ કે જેમાં માણસનો ગ્રોથ થાય, એક બીજાને સન્માન મળે, એક બીજાને સમજી શકે. પરંતુ જ્યારે આવું થતું નથી ત્યારે ઈમોશનેલ હેલ્પ અને મેન્ટલ હેલ્થ ખરાબ થવા લાગે છે અને રિલેશનશીપ ટોકસીક થવા લાગે છે.

- Advertisement -

1. ફીલીંગ્સ ન સમજવી : ઘણીવાર પુરૂષો કે મહિલાઓ પોતાના પાર્ટનર ને અમુક વાત કહી નથી શકતા જ્યારે સામેવાળા અમુક ફીલીંગ્સને સીરીયસલી ન લે, અથવા તો ન સમજે ત્યારે ટોકિસક રીલેશન શીપ ના સંકત છે.

2. નેગેટિવીટી : ઘણી વખત સંબંધમાં બંને લોકો એક બીજાને પોતાની વાત સમજાવી નથી શકતા. ત્યારે જોતજોતામાં એ સમજાવાની પ્રક્રિયા ઝઘડામાં પરિવર્તન થતી જોવા મળે છે. અને લગાતાર આવા ઝઘડાઓથી મનમાં નેગેટિવીટી આવી જતી હોય છે. જેને ટોકસીક રીલેશનની સીઢી કહી શકાય છે.

- Advertisement -

3. કંટ્રોલ કરવું: વધારે પડતા સંબંધોમાં લોકો એક બીજાને કંટ્રોલ કરવાની કોશિશ કરતા જોવા મળે છે. પોતે જે ઈચ્છે તેમજ પોતાનો પાર્ટનર કરે તેવી ઈચ્છા ધરાવે છે એટલે કે પુરી રીતે પાર્ટનરને કંટ્રોલમાં રાખે છે જે ખોટું છે. આ સંબંધ લાંબા સમય સુધી ટકી શકતો નથી. કારણ કે કોઇ વ્યક્તિને લાંબો સમય સુધી કંટ્રોલમાં ન રાખી શકાય.

4. જલન થવી : પઝેસીવ થવું સારું છે. પરંતુ ઓવર પઝેસીવ થવું સંબંધ માટે ખતરનાક છે. જો તમારે પાર્ટનર ને કોઇ સાથે જોઇને તમને જલન થાય છે અને તેના રીએકશનમાં તમે ઓવર પઝેસીવ થઈ જાવ છો તો તે તમારા સંબંધ માટે સારું નથી.

આમ, સંબંધની મર્યાદા રાખીને એક બીજા પર વિશ્ર્વાસ રાખીને સંબંધ ને આગળ વધારવો જોઇએ નહીં કે આલોચના કરી, એકને એક વાતને પકડીને બેસી રહેવું જોઇએ. હંમેશા જે મીસ અન્ડરસ્ટેન્ડીંગ હોય તેને એક બીજા સાથે કલીઅર કરી લેવી જોઇએ. અને એક હેલ્દી રીલેશનશીપ ક્રીએટ કરવી જોઇએ.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular