સોશિયલ મીડિયા પર દરરોજ હજારો વીડિયો પોસ્ટ થાય છે. ત્યારે લોકો ખતરનાક સ્ટંટ વીડિયો પોસ્ટ કરીને ફેમસ થતા હોય છે. પરંતુ આ સાયકલ સ્ટંટનો વીડિયો જોઇને તમે શું કહેશો ? ગજબ કોન્ફીડેન્સ કે પછી કેવી મજબુરી ?
View this post on Instagram

ઈન્સ્ટાગ્રામ પર comedyculture.1m નામના એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં એક વ્યક્તિને તેની મજબુરી શું શું કરાવી શકે છે તે જોવા મળે છે. સાયકલ પર સવાર એક વ્યક્તિના માથા પર મોટી ભારી ઉપાડીને છુટા હાથે સાયકલ ચલાવવાનો આ સ્ટંટ વીડિયો ખૂબ જ વાયરલ થયો છે. જેમાં જોઇ શકાય છે કે મજબુરી માણસને શું – શું કરાવી શકે છે આ વીડિયો જોતા લાગે છે કે કોઇ ગામડાનો આ વીડિયો છે. જ્યાં એક વ્યક્તિ પુરા આત્મવિશ્ર્વાસ સાથે પુરુ બેલેન્સ રાખીન, હેંડલ પકડયા વગર, શાનદાર રીતે માથા પર એક ભારી પકડીને સાયકલ ચલાવી રહ્યો છે. ત્યારે આ વીડિયો જોઇને લોકો તેની ખૂબ વાહવાઈ કરી રહ્યા છે. અને તેના ગજબ કોન્ફીડન્સ ને વખાણી રહ્યા છે.