Saturday, September 14, 2024
Homeમનોરંજનઅવાજના જાદુગર અમિન સયાનીનું નિધન

અવાજના જાદુગર અમિન સયાનીનું નિધન

- Advertisement -

’રેડિયો કિંગ’ અમીન સાયનીનું નિધન થયું છે. અવાજની દુનિયામાં અવાજના જાદૂગર તરીકે જાણીતા અમીન સાયનીએ 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનના સમાચારની પુષ્ટિ તેમના પુત્ર રઝીલ સાયની દ્વારા કરવામાં આવી છે. અમીન સાયનીના પુત્ર રઝીલ સાયની તેમના અવસાનની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે અમીન સાયનીને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને તાત્કાલિક ઇંગ રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ અમીન સાયની રસ્તામાં જ મૃત્યુ પામ્યા હતા. રેડિયો શ્રોતાઓ હજુ પણ ’બિનાકા ગીતમાલા’ના ઉદ્ઘોષકને ભૂલી શક્યા નથી, જેઓ ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને મધુર રીતે ’બહેનો અને ભાઈઓ’ કહેતા હતા. આજે તેમણે દુનિયાને અલવિદા કહ્યું, તેમના નિધનના સમાચારે લોકોને દુ:ખી કરી દીધા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular