Wednesday, October 23, 2024
Homeરાષ્ટ્રીયશું તમારો ફોન હેક તો નથી થયો ને..?? જો દેખાતા હોય આવા...

શું તમારો ફોન હેક તો નથી થયો ને..?? જો દેખાતા હોય આવા સંકેતો તો સમજવું કે ફોન હેક છે….

- Advertisement -

આસાનીથી જાણી શકશો કે, તમારો ફોન હેક થયો છે કે, નહીં? જો દેખાતા હોય અમુક સંકેતો તો સમજવુ ફોન થયો છે હેક.

- Advertisement -

સામાન્ય રીતે સ્માર્ટફોન હેક થતાં તેમાં દેખાઇ છે. અમુક લક્ષણો જેથી આપને આપના ફોનના લક્ષણો અસામાન્ય જણાશે. તો ચાલો જાણીએ ક્યાં સંકેતો આપને સૂચવે છે. જો તમારા મોબાઇલની બેટરી ઝડપથી ઉતરી રહી છે. તો સમજવુ કે, મોબાઇલ હેક છે. કારણ કે, સ્પાઇવેયર બેકરાઉન્ડમાં કામ કરે છે. જેથી તે વધુ બેટરી કન્ઝયુમ કરે છે.

– ફોન વધુ પડતો ગરમ થવો : સામાન્ય રીતે ફોનના વપરાશથી તે ગરમ થતો હોય છે. પરંતુ વપરાશ વગર પણ જો ફોન ગરમ થાય તો તેનું કારણ સ્પાઇવેયર અથવા તો મૈલવેયર પણ હોઇ શકે.

- Advertisement -

– જાતે જ એપ્સ ઓપન થવી : જો આપના મોબાઇલમાં એપ્સ જાતે જ ઓપન થઇ રહી છે. ટેક્સ મેસેજ અને કોલ્સ જાતે જ લાગી રહ્યાં છે. તો આ હેકિંગના સંકેત છે.

– વધુ પડતી એડસ આવવી : જ્યારે તમે કોઇ બ્રાઉઝર કે એપ્સ ઓપન નથી કરી છતાં પણ વધુ પડતી એડસ આવી રહી છે. તો તે અનઓથોરાઇડ્સ એકસેસના સંકેત છે.

- Advertisement -

– ફોન સ્લો થવો : પરફોમન્સ સ્લો થવું એ પણ હેકીંગના સંકેત છે. સામાન્ય રીતે થોડા જુના ફોન સ્લો થતાં હોય છે. પરંતુ અનએક્સપેક્ટેક ફોનનું સ્લો થવું એ પણ એક સંકેત છે.

– પ્રિમીયમ સર્વિસના ચાર્જ લાગવા : આ ઉપરાંત ઇન્ટરનેશનલ કોલ્સ કે, કોઇ પ્રિમિયમ સર્વિસના ચાર્જ લાગવા પણ એક સંકેત છે.

– આમ જો તમને આ તમામ સંકેતો એક સાથે દેખાય તો સમજવું કે, તમારો ફોન હેક થયો છે. જો કે, કોઇપણ એકાદો સંકેત દેખાવાથી જરુરી નથી ફોન હેક હોય, પરંતુ મોટાભાગના સંકેતો દેખાય તો ક્ધફર્મ સમજવુ કે, ફોન હેક થયો છે.

જો આવા કોઈ સંકેતો દેખાય તો તરત જ મોબાઈલ સર્વિસ સ્ટેશન જઇ ફોન ચેક કરાવી લેવો હિતાવહ રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular