Wednesday, March 26, 2025
HomeવિડિઓViral Videoનદીમાં તરતી લાશ દેખાઈ....પોલીસે બહાર ખેંચતા જ.....VIDEO

નદીમાં તરતી લાશ દેખાઈ….પોલીસે બહાર ખેંચતા જ…..VIDEO

આ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તોડયા છે. લોકોના આ વખતે ગરમીથી સખ્ત ત્રાસ થઈ ગયો છે. તડકામાં જરૂર વગર બહાર ન નીકળવાવાળા લોકો પણ હોય છે પરંતુ એવા પણ લોકો છે જેને કંઇકને કંઇક કામસર બહાર તડકામાં નિકળવું જ પડે છે. ત્યારે તાજેતરમાં તડકાથી ત્રાહિમામ વ્યક્તિનો એક વીડિયો વાયરલ થયો હતો. નદીમાં તરતી લાશ દેખાઈ… લોકોએ પોલીસને જાણ કરી પોલીસે આવીને બહાર ખેંચતા વ્યક્તિ જીવીત નિકળ્યો. સોશિયલ મીડિયા એકસ પ્લેટફોર્મ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં એક મજુર છેલ્લાં પાંચથી છ કલાકથી નદીના પાણીમાં તડકાથી થાકીને આરામથી સુતો હતો. આરામ કરી રહેલા વ્યક્તિની હલનચલન ન જોતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને લાશને ખેંચી બહાર કાઢી તો તે જીવિત નીકળ્યો…. ગરમીથી પરેશાન થઈ ને નદીના પાણીમાં આરામ કરી રહ્યો હતો અને અહીં સ્થાનિકો અને પોલીસ ચકડોળે ચડયા ને તપાસ આરંભી… ખરેખર આ વર્ષની ગરમીએ લોકોને ત્રાહિમામ પોકારી દીધા છે. આ વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર લોકોએ તેને ખૂબ પસંદ કર્યો છે અને ગરમીને લઇને લોકોએ ખૂબ કમેન્ટસ પણ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular