Wednesday, October 23, 2024
HomeવિડિઓViral Videoઈન્દોરમાં લાગ્યા થેલા એટીએમ ! જાણો કઈ રીતે કામ કરે છે આ...

ઈન્દોરમાં લાગ્યા થેલા એટીએમ ! જાણો કઈ રીતે કામ કરે છે આ મશીન ? – VIDEO

- Advertisement -

ઈન્દોરમાં લાગ્યા છે થેલા એટીએમ જેમાં માત્ર 10 રૂપિયા નાખવાથી મળે છે કોટનનો થેલો શહેરમાં પાંચ સ્થળો પર લગાવ્યા છે એટીએમ મશીન. પ્રયોગ સફળ થતા વધુ મશીન મુકવાની તૈયારી છે.

- Advertisement -

સ્વચ્છતાની બાબતમાં મોખરે રહેતું ઈન્દોર શહેરે મધ્યપ્રદેશનું ગૌરવ વધાર્યુ છે. જ્યાંના લોકો પણ પર્યાવરણ પ્રત્યે જાગૃત્ત બનીને પ્લાસ્ટિક મુકત અભિયાનની શરૂઆત કરીને પર્યાવરણનું જતન કરી રહી છે. જ્યાં એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. શહેરના મુખ્ય સ્થાનો પર થેલા એટીએમ મુકવામાં આવ્યા છે જેમાં માત્ર 10 રૂા. નાખતા કોટનનો થેલો મળે છે. જેથી કોઇપણ વ્યક્તિ પોતાની ખરીદી કરી આ થેલો વાપરી શકે. ઈન્દોર નગર નિગમે શહેરમાં પ્લાસ્ટિકની થેલી પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે બહારથી આવતા ટુરીસ્ટો માટે આ એટીએમની સગવડતા ખૂબ જ ફાયદાકારક છે. આ મશીન 10 ની નોટ, 5 ના બે સીક્કા અથવા તો યુપીઆઈથી પણ થેલો આપે છે. શહેરની મુખ્ય ખાણીપીણીની માર્કેટ 56 બજારમાં પણ આ મશીન મુકાયુ છે. આ પ્રયોગ સફળ થતા શહેરમાં વધુ અન્ય જગ્યાઓ પર પણ આવા થેલા એટીએમ મૂકવામાં આવશે ત્યારે ઈન્દોર નગર નિગમના આ પ્રયાસ પરથી શિખવા જેવું છે. આપણે પણ પર્યાવરણની જાળવણી માટે યોગદાન આપવું જોઇએ. પ્લાસ્ટિકની પોલીથીનનો ઉપયોગ બંધ કરીને કોટનની બેગ વાપરવી જોઇએ. જ્યારે પણ ખરીદીમાં નીકળીએ ઘરેથી થેલો સાથે લઇને જવું જોઇએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular