Saturday, December 7, 2024
Homeરાજ્યજામનગરસાંસદ પૂનમબેન માડમ અને એચ.આર. માડમ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા જી.જી. હોસ્પિટલમાં ઠંડા...

સાંસદ પૂનમબેન માડમ અને એચ.આર. માડમ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા જી.જી. હોસ્પિટલમાં ઠંડા પાણીના પરબનો પ્રારંભ

- Advertisement -

એચ.આર.માડમ મેમોરીયલ ટ્રસ્ટના પ્રમુખ અને સાંસદ પૂનમબેન માડમના માર્ગદર્શન હેઠળ અનેકવિધ સેવાકીય પ્રકલ્પો જુદા-જુદા ગામો અને વિસ્તારોમાં અવિરત યોજાતા હોય છે ,ત્યારે વધુ એક વખત જનસેવાના ભાગરૂપે, જામનગરની સરકારી, જી.જી.હોસ્પિટલ કેમ્પસમાં, હાલની કાળઝાળ ગરમીમાં,દરદીઓ-તેમના સ્વજનો-મુલાકાતીઓ-સ્ટાફ માટે ઉપયોગી થવાના ઉમદા હેતુસભર ઠંડા પાણીના પરબ પ્રારંભ કરાયા છે.

- Advertisement -

જામનગરની જી.જી.હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ હોય,ખૂબ બહોળી સંખ્યામાં લોકો સારવાર માટે જામનગર અને આજુબાજુના જીલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આવતા હોય છે,દરદી નારાયણ-મુલાકાતીઓને આ પરબ ઉપર ઠંડુ પાણી પી ને તૃપ્ત થતા જોઇ, આ પરબની વ્યવસ્થા ખુબજ સ્તુત્ય લાગે તે સ્વાભાવિક છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular