Tuesday, December 3, 2024
Homeસ્પોર્ટ્સગુજરાતી મૂળના ખેલાડીની કેપ્ટનશીપમાં T20 વર્લ્ડકપ રમશે આ દેશની ટીમ

ગુજરાતી મૂળના ખેલાડીની કેપ્ટનશીપમાં T20 વર્લ્ડકપ રમશે આ દેશની ટીમ

- Advertisement -

આગામી જુનથી T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત થઇ રહી છે, જેમાં મોટાભાગના દેશોએ પોતાની ટીમના નામની જાહેરાત કરી દીધી છે ત્યારે અમેરિકાએ પ્રથમ વખત વેસ્ટઇન્ડીઝ સાથે ICCની આટલી મોટી ઇવેન્ટ યોજી રહ્યું છે. ત્યારે અમેરિકાએ પણ પોતાના 15 મેમ્બર્સની સ્કવોડ જાહેર કરી દીધી છે ત્યારે ગર્વની વાત એ છે કે ગુજરાતી મૂળના મોનાંક પટેલને આ ટીમની કમાન સોંપવામાં આવી છે. આ ટીમમાં ન્યુઝીલેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચુકેલા ઓલરાઉન્ડર કોરી એન્ડરસનનો પણ સમાવેશ કરાયો છે.

- Advertisement -

આ ટીમમાં મોનાંક પટેલ કેપ્ટન જયારે એરોન જોન્સ વાઈસ કેપ્ટનશીપ સંભાળશે. જયારે આ ટીમમાં U-19 વર્લ્ડકપમાં રમી ચુકેલા સૌરભ નેત્રાવલકરને પણ સ્થાન મળ્યું છે. T20 વર્લ્ડ કપ 2024માં અમેરિકાની ટીમ પોતાની પ્રથમ મેચ બીજી જૂને કેનેડા સામે રમશે. ત્યારબાદ 6 જૂને પાકિસ્તાન, 12 જૂને ભારત અને 14 જૂને આયર્લેન્ડ સામે ગ્રૂપ મેચ રમવાની છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular