ધ્રોલ ગામમાં દેવીપુજકવાસ નજીકથી સ્થાનિક પોલીસે કારને આંતરીને તલાસી લેતા તેમાંથી 480 નંગ દારૂના ચપલા અને 90 નંગ બીયરના ટીન સાથે બે શખ્સોને દબોચી લીધા હતાં. જામનગરના નવાગામ ઘેડમાં રહેણાંક મકાનમાંથી 24 બોટલ દારૂ કબ્જે કરી શખ્સની શોધખોળ આરંભી હતી. જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી પોલીસે 19 બોટલ દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતાં. જામનગરના રામેશ્ર્વરનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી એલસીબીની ટીમે 11 બોટલ દારૂ સાથે શખ્સને ઝડપી લીધો હતો.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો ધ્રોલ ગામમાંથી કારમાં દારૂનો જથ્થો પસાર થવાની એલસીબીના મયુરસિંહ પરમાર, હરદીપ બારડ, ઋષિરાજસિંહ વાળાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
તે દરમિયાન બાતમી મુજબની જીજે-27-એપી-3699 નંબરની હોન્ડા સીટી કાર પસાર થતા આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.48000 ની કિંમતના 480 નંગ ચપલા અને 9000 ની કિંમતના 90 નંગ બીયરના ટીન મળી આવતા એસીબીએ ચપલા અને બીયરનો જથ્થો તથા રૂા.10 હજારની કિંમતના બે મોબાઇલ અને પાંચ લાખની કાર મળી કુલ રૂા.5,67,000ના મુદ્દામાલ સાથે એલસીબીએ અંકિત ઉર્ફે બલુ મુકેશ બારોટ અને પ્રવિણ ઉર્ફે પવી લક્ષ્મીદાસ ગજરા નામના જામનગરના બે શખ્સોને દબોચી લઇ પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો રાપર તાલુકાના ગાગોદર ગામના રામશી ઠાકોર દ્વારા સપ્લાય કરાયાની કેફિયતના આધારે એલસીબીની ટીમે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બીજો દરોડો, એલસીબીના કિશોર પરમાર અને ધાના મોરીને મળેલી બાતમીના આધારે ટીમે જામનગરના નવાગામ ઘેડમાં રાઠોડફળી પાસે રહેતાં શખ્સના મકાનમાંથી તલાસી લેતા રૂા.9600 ની કિંમતની 24 બોટલ દારૂ મળી આવતા એલસીબીએ ધર્મેન્દ્રસિંહ જશવંતસિંહ જાડેજાની શોધખોળ આરંભી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી પસાર થતા દિવ્યરાજસિંહ નારુભા જાડેજા અને વિપુલ જયેશ મકવાણા નામના બે શખ્સોને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેમના કબ્જામાંથી રૂા.9500 ની કિંમતની 19 બોટલ દારૂ અને રૂા.15000 ની કિંમતના બે મોબાઇલ મળી આવતા પોલીસે કુલ રૂા.24,500 નો મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સોની ધરપકડ કરી હતી.
ચોથો દરોડો, એલસીબીના હરદીપ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંઈહ પરમારને મળેલી બાતમીના આધારે જામનગરના રામેશ્ર્વરચોકમાં રહેતાં માટેલ ચોકમાં રહેતાં ભગવતી પ્રસાદ ઉર્ફે મુન્નો માટેલ ભગવાનદાસ જામવેદાના મકાનમાંથી તલાસી લેતા 4400 ની કિંમતની 11 બોટલ દારૂ અને એક મોબાઇલ મળી કુલ 9400 ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં દારૂનો જથ્થો દશરથસિંહ ઘનશ્યામસિંહ જાડેજા એ સપ્લાય કર્યો હોવાની કેફિયતના આધારે એલસીબીએ બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.