જામનગર શહેરમાં ઓશવાળ સેન્ટર ખાતે પ.પૂ. પંન્યાસપ્રવર વજ્રસેનવિજયજીની કૃપાથી તથા પ.પૂ. આચાર્ય મનમોહનસુરીજી મહારાજ તથા પ.પૂ. આચાર્ય હેમપ્રભસુરીજી મહારાજની પ્રેરણા અને આશિર્વાદથી શાંતિભૂવન સંઘમાં ચાર્તુમાસ બિરાજમાન પ.પૂ. પંન્યાસપ્રવર સુમતિશેખરવિજય મહારાજ, કામદાર કોલોની સંઘમાં ચાતુર્માસ બિરાજમાન પ.પૂ. ગણિવર્ય હેમતિલકવિજયજી મહારાજ, પાઠશાળા સંઘમાં ચાતુર્માસ બિરાજમાન પ.પુ. મુનિરાજ હેમંતવિજયજી મહારાજ, પ.પૂ. મુનિરાજ દેવરક્ષિતવિજયજી મહારાજ, પેલેસ સંઘમાં ચાતુર્માસ બિરાજમાન પ.પૂ. મુનિરાજ દિવ્યેશવિજયજી મહારાજ તથા જામનગરના બધા સંઘોમાં બિરાજમાન પૂજય સાધુ-સાધ્વીજી, ભગવંતોની નિશ્રામાં નિર્દોષ પશુઓની શાતા-સમાધિ માટે કરૂણા આયંબિલનું આયોજન કરાયું હતું. જેમાં જૈન સમાજના ભાઈઓ – બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આયંબિલ ઓળીનો લાભ લીધો હતો.