જામનગર શહેરમાં જાહેર રસ્તાઓ ઉપર નાના બાળકો પાસે ભીક્ષાવૃત્તિ કરાવતાં શખ્સો સામે કડક કાર્યવાહી અંતર્ગત સગીર બાળકને ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાવી પોલીસે માતા વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર આવેલ ટ્રાફિક સિગ્નલ, ધાર્મિક સ્થળો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન જેવા વિસ્તારોમાં સગીર બાળકો પાસે બાળકો પાસે ભિક્ષાવૃત્તિ કરાવતાં હોવાની જાણના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એએચટીયુ પીઆઇ એન.ડી. સોલંકી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.જે. શિયાર, પ્રોટેકશન ઓફિસર જશ્મીન કરંગીયા, એએસઆઈ રણમલભાઈ ગઢવી, હેકો રાજદિપસિંહ ઝાલા, મહિલા પો.કો. કિરણબેન મેરાણી અને ભાવનાબેન સાબડિયા, પોકો ભયલુભા જાડેજા સહિતના સ્ટાફે જામનગરના સુપ્રસિધ્ધ બાલા હનુમાન મંદિર પાસે જાહેર રોડ પર સગીર બાળક પાસે લીલાબેન નવઘણ સોલંકી નામની મહિલા ભિક્ષાવૃત્તિ કરાવતી હોવાથી પોલીસે છ વર્ષના બાળકે ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાવી ચિલ્ડ્રન હોમ ખાતે મોકલી દઇ માતા લીલાબેન વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.