Friday, September 13, 2024
Homeરાજ્યજામનગરટ્રાફિક ડ્રાઇવ દરમિયાન શહેરમાંથી 15 વાહનો ડિટેઇન - VIDEO

ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન શહેરમાંથી 15 વાહનો ડિટેઇન – VIDEO

સ્વાતંત્ર્ય દિવસ ઉજવણીને લઇ પોલીસ એલર્ટ,રૂા. 21700નો દંડ વસુલ્યો

- Advertisement -

જામનગર શહેર સહિત સમગ્ર જીલ્લામાં સ્વતંત્રતા દિવસ નિમિતે અલગ-અલગ કાર્યક્રમ યોજાઇ છે. તેના અનુસંધાને સમગ્ર જામનગર જીલ્લા પોલીસ એલર્ટ છે. જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા યોજવામાં આવેલી નાઇટ ટ્રાફિક ડ્રાઇવમાં અનેક વાહન ચાલકો ઝપટે ચડ્યા હતાં. જેમાં વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી અને 15 વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા.

- Advertisement -

જામનગર શહેર સહિત સમગ્ર શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી અટકે તે માટે જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના સીધ્ધા માર્ગદર્શન હેઠળ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા દ્વારા નાઇટ ટ્રાફિક ડ્રાઈવ યોજાઇ હતી. જેમાં શહેરના દરબારગઢ નાકા બહાર આવેલ પાંચ હાટડી વિસ્તાર, પટણીવાડ વિસ્તાર, મોટાપીર ચોક વિસ્તાર, ઘાંચી ની ખડકી વિસ્તાર, ખોજા નાકા વિસ્તાર, હવાઇ ચોક વિસ્તાર, ખંભાળિયા ગેટ વિસ્તાર, પવનચક્કી વિસ્તાર અને એસ.ટી.ડેપો રોડ વિસ્તારોમાં ડ્રાઇવમાં વાહન ચાલકોના લાયસન્સ સહિતના કાગળોનું ચેકીંગ તેમજ ફોર-વ્હીલોમાં બ્લેક કાચ હટાવવા, બાઇકમાં ત્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી, ધુમ સ્ટાઇલ થી બાઇક ચલાવી રોમિયોગીરી કરતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ 15 વાહન ડીટેઇન કરાયા હતાં અને સંખ્યાબંધ લોકો પાસે થી હાજર કુલ રૂ.21,700 દંડ વસુલ કરવામાં આવ્યો હતો. સિટી-એ ડિવિઝન પોલીસની આ કાર્યવાહી થી નિમયોનો ભંગ કરનારાઓ વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

- Advertisement -

 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular