Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીય16 વર્ષમાં રાજકિય પક્ષોને મળ્યું 15 હજાર કરોડનું દાન

16 વર્ષમાં રાજકિય પક્ષોને મળ્યું 15 હજાર કરોડનું દાન

ચૂંટણી બોન્ડથી વર્ષ 2020-21માં આઠ રાષ્ટ્રીય પક્ષોને 426 કરોડ જ્યારે 27 સ્થાનિક પક્ષોને 263 કરોડ રૂ. મળ્યા

- Advertisement -

એડીઆરનો દાવો છે કે રાષ્ટ્રીય સ્તરના રાજકીય પક્ષોને વર્ષ 2004-05 અને વર્ષ 2020-21 દરમિયાન અજાણ્યા સ્રોતોં પાસેથી 15,077.97 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા હતા. જેમાં વર્ષ 2020-21 દરમિયાન આ પક્ષોને કુુલ 690.67 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા હતા. એડીઆર દ્વારા આ તારણ માટે આઠ રાષ્ટ્રીય પક્ષો અને 27 સ્થાનિક પક્ષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

આ રાજકીય પક્ષોમાં ભાજપ, કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ, ડાબેરી પક્ષો, એનસીપી, બસપા વગેરેનો પણ સમાવેશ કરાયો હતો. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન કોંગ્રેસને અજાણ્યા સ્રોતો દ્વારા 178.782 કરોડ રૂપિયા મળ્યા હતા. જે પક્ષોને મળેલી કુલ રકમના 41.89 ટકા છે. ભાજપે અજાણ્યા સ્રોતો પાસેથી 100.502 કરોડ રૂપિયા મેળવ્યા હતા. જે પક્ષોને મળેલી કુલ રકમના 23.55 ટકા છે.

અન્ય પક્ષો જેમ કે વાયએસઆર કોંગ્રેસને 96 કરોડ, ડીએમકેને 80 કરોડ, બીજેડીને 67 કરોડ, એમએનએસને 5.773 કરોડ, આપને 5.4 કરોડ મળ્યા હતા. ચૂંટણી બોન્ડ દ્વારા વર્ષ 2020-21 દરમિયાન 690.67 કરોડ રૂપિયા મળ્યા હતા. જેમાં આઠ રાષ્ટ્રીય પક્ષોને 426 કરોડ જ્યારે સ્થાનિક 27 પક્ષોને 263 કરોડ મળ્યા હતા. એડીઆરએ કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2004-05 અને 2020-21 દરમિયાન કૂપનના માધ્યમથી કોંગ્રેસ અને એનસીપીને કુલ 4261.83 કરોડ રૂપિયા મળ્યા હતા. વર્ષ 2020-21 માટે સાત રાજકીય પક્ષોની ઓડિટ અને યોગદાનના રિપોર્ટ બન્ને વચ્ચે તફાવત જોવા મળ્યો છે. આ સાત પક્ષોમાં એઆઇટીસી, ભાકપા, આપ, શિઅદ, કેસી-એમ, એઆઇએફબી અને એઆઇયુડીએફનો સમાવેશ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular