Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીયગંભીર અપરાધોમાં ફોરેન્સીક તપાસ ફરજીયાત

ગંભીર અપરાધોમાં ફોરેન્સીક તપાસ ફરજીયાત

- Advertisement -

કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ડીયન પીનલ કોડ સહિતના કાયદાઓમાં મોટા ફેરફાર કરવાની તૈયારી શરુ કરવામાં આવી છે અને તેમાં ગંભીર અપરાધોના કેસોમાં ફોરેન્સીક તપાસ અનિવાર્ય બનાવવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારના અત્યંત માહિતગાર સાધનોએ જણાવ્યું છે કે, છ વર્ષ કે તેથી વધુની સજાની જોગવાઈ ધરાવતા અપરાધના કિસ્સાઓમાં ફોરેન્સીક તપાસ ફરજીયાત બનાવવાની સરકારની તૈયારી છે.

- Advertisement -

આવતા બે વર્ષમાં દેશભરમાં 10 નવી નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી શરુ કરવામાં આવનાર છે અને તેના આધારે ફોરેન્સીક તપાસ સરળ બની શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગાંધીનગરમાં ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેવાના છે તે દરમિયાન તેઓ ફોરેન્સીક સાયન્સની રણનીતિ સંબંધી સરકારની બ્લુપ્રિન્ટ જાહેર કરી શકે છે. ગૃહમંત્રી અમિત શાહે અનેક વખત એવું નિવેદન કર્યું છે કે હવે થર્ડ ડીગ્રી ટોર્ચરનો દોર ખત્મ થઇ ગયો છે અને સુરક્ષા એજન્સીઓને વૈજ્ઞાનિક ઢબે ગુનાની તપાસ પર જોર આપવું જોઇએ.

સુત્રોના કહેવા પ્રમાણે છ વર્ષથી અધિકની સજાની જોગવાઈ ધરાવતા કેસોની ફરજીયાત ફોરેન્સીક તપાસની દિશામાં કેન્દ્ર સરકાર આગળ ધપી રહી છે. જો કે તે પૂર્વે નવી લેબ, નવી યુનિવર્સિટી તથા નિષ્ણાંતોની ભરતી અનિવાર્ય છે. ગુનાખોરીમાં વૈજ્ઞાનિક તપાસ માટે ખાસ કોર્સ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઇન્ડીયન પીનલ કોડ, સીઆરપીસી જેવા કાયદાઓમાં સુધારા કરીને દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સ્વતંત્ર અભિયોજન નિર્દેશાલય તથા ફોરેન્સીક વિજ્ઞાનના સ્વતંત્ર નિર્દેશાલયની સ્થાપના કરવાની દરખાસ્ત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular