લાલપુર તાલુકાના પીપળી ગામમાં તથા નેસ વિસ્તારમાં આવેલા દેશી દારૂના ધંધાર્થીના રહેણાંક મકાનમાં પીજીવીસીએલની ટીમો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે 57 મકાનોમાં ચેકિંગ દરમિયાન ચાર મકાનોમાં ગેરકાયદેસર જોડાણો મળી આવતા 2 લાખનો દંડ ફટકારવામં આવ્યો હતો.

દરોડાની વિગત મુજબ, જામનગર જિલ્લાના લાલપુર તાલુકના પીપળી ગામમાં તથા પીપળીનેશ અને ચારણનેશ વિસ્તારોમાં રહેતાં દેશી દારૂના ધંધાર્થીઓના મકાનમાં ગઈકાલે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી એએસપી પ્રતિભાના માર્ગદર્શન હેઠળ પીજીવીસીએલ અધિક્ષકના નેજા હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પીજીવીસીએલની ટીમો દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 57 રહેણાંક મકાનના ચેકિંગ દરમિયાન આઠ મકનોમાંથી બુટલેગરના ચાર મકાનોમાં ગેરકાયદેસર જોડાણો મળી આવતા પીજીવીસીએલની ટીમો દ્વારા બે લાખના બીલો ફટકરવામાં આવ્યા હતા.