Thursday, May 7, 2026
Homeરાજ્યહાલારપત્ની રિસામણે જતી રહેતાં પતિની આત્મહત્યા

પત્ની રિસામણે જતી રહેતાં પતિની આત્મહત્યા

પત્ની એક વર્ષથી રિસામણે : પતિ લેવા જતાં સાસરે ન આવી : મનમાં લાગી આવતા પતિએ ગળેફાંસો ખાધો

ભાણવડમાં રામેશ્વર પ્લોટમાં રહેતા યુવાનની પત્ની એકાદ વર્ષથી રિસામણે માવતરે હોય તેને તેડવા ગયા હોય છતાં પરત આવતી ન હોય તેને મનમાં લાગી આવતાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

- Advertisement -

ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા મનસુખભાઈ ચનાભાઈ બાટા  (ઉ.વ. 35) નામના યુવાનની પત્ની છેલ્લા એકાદ વર્ષથી રિસામણે ગઈ હતી. તેણીને મનસુખભાઈ તેડવા ગયા હોવા છતાં તેણી પરત આવી ન હતી. આ બાબતે મનસુખભાઈને મનમાં લાગી આવતા ગત તા. 4ના રોજ તેમણે પોતાના ઘર છતના હૂકમાં દોરડા વડે ગળાફાંસો ખાઈ લઇ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે હસમુખભાઇ ગોવિંદભાઇ બાટાએ જાણ કરતાં પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular