Thursday, May 7, 2026
Homeરાજ્યહાલારબાઇક આડે શ્વાન આવતા અકસ્માતમાં યુવાનનું મોત

બાઇક આડે શ્વાન આવતા અકસ્માતમાં યુવાનનું મોત

સંબંધીના ઘરે જતાં યુવાનને અકસ્માત નડયો : બાઇક સાથે ફંગોળાયેલા યુવાનનું ગંભીર ઇજા પહોંચતા મોત : પોલીસ દ્વારા કાર્યવાહી

ઓખામંડળના આરંભડા વિસ્તારનો યુવાન બાઇક પર ઓખા પોતાના સંબંધીને ત્યાં જઇ રહ્યો હતો. ત્યારે રસ્તામાં બાઇક આડે કૂતરૂં ઉતરતા તેને બચાવવા જતાં ફંગોળાઇ ગયો હતો. આ અકસ્માતમાં યુવાનનું સારવાર દરમ્યાન મોત થતા પોલીસે આગળી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા પ્રદ્યુમનસિંહ નિર્મળસિંહ વાઢેર નામના યુવાન ગત તા. 7 એપ્રિલના રોજ સાંજના સમયે પોતાના બજાજ ડિસ્કવર મોટરસાયકલ પર બેસીને પોતાના ઘરેથી ઓખા ખાતે રહેતા તેમના એક સંબંધીના ઘરે ઓખા જઈ રહ્યા હતા. ત્યારે ઓખા હાઈવે પર આવેલા નેતરના પુલ પાસે પહોંચતા તેમના મોટરસાયકલ આડે એકાએક કૂતરું ઉતરી આવ્યું હતું. જેના કારણે બાઇક ચાલક યુવાન બાઇક સાથે ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં તેમને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ હર્ષવર્ધનસિંહ પ્રદ્યુમનસિંહ વાઢેરએ કરતા મીઠાપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular