Saturday, June 14, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસશેમ્પૂ વગર વાળ કેવી રીતે ધોવા?

શેમ્પૂ વગર વાળ કેવી રીતે ધોવા?

આજના મોડર્ન યુગમાં કેમિકલયુક્ત ચીજોની ખૂબ જ ભરમાર જોવા મળે છે. લોકો સવારે ઉઠે ત્યારથી લઇને રાત્રે સૂવે ત્યાં સુધી કેટલીયે ચીજોનો વપરાશ કરે છે. જે કેમિકલયુક્ત છે. આજની જનરેશનને તો કદાચ ખબર પણ નહીં હોય કે શેમ્પૂ વગર પણ વાળ ધોઇ શકાય. જે રીતે આપણે દરરોજ રોજિંદા જીવનમાં કેમિકલયુક્ત શેમ્પૂનો ઉપયોગ કરીએ છીએ પરિણામે અકાળે સફેદ વાળ થઇ જાય છે. તો, ચાલો આજે આપણે જાણીએ કે, શેમ્પૂ વગર વાળ કેવી રીતે ધોવા.બધી સ્ત્રીઓ અઠવાડિયામાં ત્રણ-ચાર દિવસ વાળ ધૂએ છે. જો આપણે પુરૂષોની વાતી કરીએ તો દરરોજ વાળ ધૂએ છે. મોટાભાગના લોકો વાળ ધોવા માટે શેમ્પૂનો ઉપયોગ કરે છે. તે જ સમયે કેટલાંક લોકો ફક્ત સાબુથી વાળ ધૂએ છે. શેમ્પૂમાં ઘણા બધા રસાયણો હોય છે. જે વાળને નુકશાન પહોંચાડી શકે છે. વાળ ખરવાની સમસ્યા પણ વધી શકે છે. આ ઉપરાંત શેમ્પૂ પણ ખુબ મોંઘા પણ હોય છે. આવી સ્થિતિમાં જો તમે ઇચ્છો તો તમે પણ ઉપલબ્ધ કુદરતી વસ્તુઓથી પણ તમારા વાળ ધોઇ શકો છો.

- Advertisement -

01. ચણાનો લોટ :

જો તમે શેમ્પૂથી વાળ ધોવા નથી માંગતા તો, ચણાનો લોટ ઉપયોગ કરી શકો છો. જેનાથી વાળ સારી રીતે સાફ થાય છે. આ ઉપરાંત ચણાનો લોટ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જેમાં ચણાના લોટના દ્રાવણને વાળ તથા માથાની ચામડી પર લગાડીને અડધા કલાક પછી પાણીથી ધોઇ નાખવાથ વાળમાં જામેલી ગંદકી તથા ચિકાશ દૂર થઇ જશે. વાળ નરમ થઇ જશે તેમજ વાળ ચમકદાર પણ બનશે.

02. કુંવારપાઠું :-

વાળ ધોવા માટે એલોવેરા ઉત્તમ ઘરેલું ઉપાય છે. તમે એલોેરાથી તમારા વાળ ધોઇ શકો છો. આ માટે તમારે એલોવેરા જેલને માથાના મૂળમાં લગાવવું. એક કલાક પછી પાણીથી સાફ કરવું. એલોવેરામાં મોઇશ્ર્ચરાઇઝીંગ ગુણધર્મો હોયછ ે. જે વાળને ભેજ પૂરો પાડે છે. વાળને નરમ, મુલાયમ અને ચમકદાર બનાવે છે. તમે અઠવાડિયામાં 2-3 વાર એલોવેરાથી વાળ ધોઇ શકો છો. જેનાથી ખોડો અને ડેડહેર દૂર થાય છે.

- Advertisement -

03. નાળિયેરનું દૂધ :-

જો તમારા વાળ શુષ્ક હોય તો તમને નારિયેળના દૂધનો ઉપયોગ કરી શકો છો. જે સરળતાથી ઘરે બનાવી શકાય છે. તે વાળને ભેજયુક્ત બનાવે છે. વાળને પોષણ આપે છે તેમજ વાળને મજબૂતિ પણ પ્રદાન કરે છે.

04. દહીં :-

વાળ ધોવા માટે દહીં પણ ઉત્તમ છે. એક વાટકી દહીં લઇ માથાના મૂળમાં લગાવો. એક કલાક બાદ ધોઇ નાખવાથી માથાની ચામડી સ્વચ્છ બને છે. ખોડો દૂર થાય છે. ખરતા વાળ અટકે છે. આમ, અઠવાડિયામાં 2-3 વાર દહીંથી વાળ ધોઇ શકાય છે.

- Advertisement -

05. આમળા પાવડર :-

આમળા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. જે વાળને મજબૂત બનાવે છે. એક બાઉલમાં 2-3 ચમચી આમળા પાવડર લો. તેમાં ગુલાબજળ ઉમેરો અને પેસ્ટને તે વાળ પર લગાવો. અડધા કલાક બાદ ધોઇ નાખો. વાળ નરમ બનશે.
આમ, આપણાં રસોડામાં જ મળી રહેતી આ વિવિધ ચીજો દ્વારા વાળને સ્વસ્થ બનાવી શકાય છે અને બજારમાં મળતા કેમિકલવાળા શેમ્પુ વગર પણ વાળને નરમ, ચમકીલા અને સ્વસ્થ બનાવી શકાય છે.

અસ્વીકરણ :– સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular