ખંભાળિયાના કાઠી દેવળિયા ગામે રહેતાં ખેડુત યુવાનને હૃદયરોગનો હુમલો આવતા તેનું મૃત્યુ થયું હતું. ખંભાળિયા તાલુકાના બારાડી બેરાજા ગામે પ્રૌઢને હૃદયરોગનો હુમલો આવતા મૃત્યુ નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ ખંભાળિયા તાલુકાના કાઠી દેવળીયા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા હરદેવસિંહ તખુભા જાડેજા નામના 40 વર્ષના યુવાનને ગત તારીખ 31 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે હૃદયરોગનો કાતિલ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે ટિંબડી ગામના રહીશ જયદેવસિંહ હરદેવસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ ખંભાળિયા તાલુકાના બારાડી બેરાજા ગામે રહેતા સામતભાઈ મારખીભાઈ કરમુર (ઉ.વ. 52) ને પણ શુક્રવારે રાત્રે હાર્ટ એટેક આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ રામભાઈ સામતભાઈ કરમુરએ સ્થાનિક પોલીસને કરી હતી. પોલીસ દ્વારા આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હવામાં આવી હતી.