Tuesday, March 19, 2024
Homeખબર સ્પેશીયલકુદરતની પણ એક સમાજીક પ્રતિષ્ઠા એટલે નાગર બ્રાહ્મણ

કુદરતની પણ એક સમાજીક પ્રતિષ્ઠા એટલે નાગર બ્રાહ્મણ

- Advertisement -

(બોલી, ભાષા અને વાણીનું, એક સામાજીક દર્પણ, પ્રતિભા, પ્રભાવ અને આવડતનો ગુણ ધરાવતી પ્રતિષ્ઠિત જ્ઞાતિને અર્પણ)

- Advertisement -

વિવેક, વિનય અને વ્યક્તિત્વ થકી છે, આ તો કુદરતનું મૂળ,
સેવા, જ્ઞાન અને સમજદારી થકી છે, આ તો છે સમાજનું કૂળ.

સંસ્કાર, વાણી, ભાષા, વિનય અને વિવેક, જે તત્વનો સમન્વય, સામાન્ય રીતે કોઈ વ્યક્તિને ઓળખ આપવામાં મદદ કરે છે અને તે વ્યક્તિત્વનું પ્રતિનિધિત્વ કરવામાં ઘણું સરળ કરે છે. શિક્ષણ, જે કેળવણીનો મુખ્યત્વે સ્ત્રોત છે, તેમજ સંસ્કાર, જે જીવન જીવનનો તથા જીવનનો વહીવટ ચલાવવાનો મુખત્વે સ્ત્રોત છે. હાલનો કોઈ પણ વ્યક્તિ ઓળખાય તેમના કર્મ થકી, તેમના અલગ તથા વિશેષ કાર્ય થકી. કોઈ પણ ક્ષેત્રે જયારે કોઈ પાવરધું હોય અથવા સારી એવી આવડત તથા બહુમુખી પ્રતિભા ધરાવતું હોય ત્યારે વાણી, વિનય અને વિવેક ન હોય તો તમામ નિરર્થક છે. ‘વિદ્યા વિનયેન શોભતે’, તેમ તેમની આવડત ખરા માર્ગમાં કે ખરા અર્થમાં રજૂ કરવા સક્ષમ ન હોય ત્યારે તેમનો ગુણાકાર હંમેશા શૂન્ય સાથે થતો હોય છે. તેમ આપણે અગાઉ વાત કર્યા પ્રમાણે, માનવી કે વ્યક્તિ ઓળખાય તેમના કર્મ અને વિશેષ કાર્ય થકી પરંતુ કુદરતની પ્રતિષ્ઠા અને સમાજનું ફળ વચ્ચેની તમામ ઉત્પતિના કર્મ અને કાર્ય ઓળખાય, એમની જ્ઞાતિ ‘નાગર બ્રાહ્મણ’ થકી.

- Advertisement -

કુદરતની જયારે રચના છે, ત્યારે એ સમાજ થકી ઉચ્ચારણ છે. આ જ્ઞાતિની અલગ ઓળખ તથા ખાસ ગરિમાની વાત કરીએ તો, કેવી રીતે કરી શકાય? તેમનું એક સામાન્ય ઉદાહરણ લઈએ તો કોઈ પણ વ્યક્તિ તેમના કર્મ કે જ્ઞાનના કારણે ઓળખાતો હોય છે પણ નાગર બ્રાહ્મણ જ્ઞાતિનો કોઈ પણ વ્યક્તિ ઓળખાય એમના વ્યક્તિત્વ થકી. જેમની બોલીમાં મિઠાશ છે, જે શબ્દના તમામ ઉચ્ચારણ શુદ્ધ કરે છે અને જેમની ભાષા પરની પકડ મજબૂત છે, તે છે, આ જ્ઞાતિની મૂળભૂત ઓળખ. જ્ઞાનનો ભંડાર છે, સરળ વર્તન છે તથા તેમનું મંતવ્ય નિરપેક્ષ છે. મગજથી શાંત, હૈયાથી કોમળ, જ્ઞાન અને કેળવણીથી ભરપૂર તથા વ્યક્તિત્વથી પ્રભાવિત કરનારા કોઈ પણ વ્યક્તિ નાગર બ્રાહ્મણ છે, જે સમાજ અને સમાજનો દ્રષ્ટિકોણ એમની સાબિતી છે. શિક્ષણની કેળવણીથી લઇ તેમજ કર્મચારી તરીકે સારા અનુયાયી, સાથે સાથે કલા અને રમતના પણ એટલા જ જાણકાર અને બહુમુખી પ્રતિભા ધરાવનારા છે. જીવનને બુદ્ધિથી નહી પણ લાગણીથી જીવવાનું ઉદાહરણ આપનારા, જીવનના ખરા સ્નેહીજનો છે.

બુદ્ધિનો સાગર છે, સમાજના માર્ગદર્શક છે, અન્યના સહાયક છે, કોઈના તડકાનો છાયો છે જયારે કોઈના અંધારાનો અજવાશ છે. બુદ્ધિથી અન્યની શંકાનું સમાધાન કરે, જ્ઞાનથી કોઈને માર્ગદર્શન પૂરું પાડે તથા રહેણી કરણી, સંસ્કારોનું સિંચન અને વ્યક્તિત્વ થકી અન્યના જીવનને ઉદાહરણ પૂરું પાડે, તે છે, નાગર બ્રાહ્મણ. અન્યની મદદ કરવી, સમાજની સેવા કરવી, ખરાબ સમયમાં, પ્રેરણા અને આશ્વાસન પૂરા પાડવા અને મર્યાદામાં રહી જીવનને પૂરતો ન્યાય આપવો, જે તેમની ઓળખ છે. ટીકા-ટિપ્પણી, આલોચના અને કટાક્ષથી દૂર પરંતુ પ્રશંસા, લાગણી અને પ્રોત્સાહનથી ભરપૂર હોય છે. હંમેશા કર્મચારી તરીકે ઉચ્ચપદે રહી અને યોગ્ય સંચાલન કરવું, અનેકને સાચા-ખોટાનો આભાસ કરાવવો તેમજ શક્ય તેટલો અન્યને સહકાર આપી આગળ લાવવા, ભાષા અને બોલી થકી, વાચા કેમ રાખવી, વિનય અને વિવેક થકી વ્યક્તિત્વ કઈ રીતે વિનમ્ર રાખવું, તેવી અનેક શીખ વર્ષોથી આપતા રહ્યા છીએ.

- Advertisement -

બોલી થકી શત્રુનો નાશ પણ કરે છે, વાણી થકી વિરોધીને પણ દૂર કરે છે અને કલમ થકી, તલવારને પણ નિસ્તેજ કરે છે. પરિચય આપવાની જરૂર નથી પડતી તથા જ્ઞાન પણ પીરસવું પડતું નથી. અન્ય કોઈ વ્યક્તિ, જયારે તમામ લક્ષણો જોઈ કહે કે તમે ‘નાગર બ્રાહ્મણ’ ને..!! ત્યારે હૈયાનો ભાવ અને કુદરતનો આદર શું હોય, એ ફક્ત મન જ મહેસુસ કરતુ હોય. દુ:ખ પર જોરથી હસનારા, સુખને હૈયાથી માણનારા, જ્ઞાનને શાંતિથી પીરસનારા, પ્રભાવને થોડો તેજ આપનારા, ભાષાને થોડી સ્પષ્ટ કરનારા, વાણીમાં થોડી મીઠાશ ઉમેરનારા અને જીવનની શોભામાં થોડી અભિવૃતી કરનારા, અમે રહ્યા નાગર બ્રાહ્મણ. જીવનની નહી પણ જ્ઞાતિની વિશેષતાથી ઓળખનારા, અમે તો રહ્યા નાગર બ્રાહ્મણ. કોઈ પણ જ્ઞાતિ કે કોઈ પણ કોમ, ક્યારેય નબળી નથી હોતી. દરેકમાં કંઇક ખૂબી છે અને કંઇક વિશેષતા છે. કોઈ વ્યાપારમાં પારંગત છે, તો કોઈ રમતમાં, તો કોઈ કલાના જાણકાર છે. એ તમામની એ ઓળખ છે પણ જયારે વાત આવે સમાજના વધુ ગૌરવની, આત્મ-સન્માનની, ત્યારે હંમેશા એ જ્ઞાતિ યાદ આવે, જે સમાજના કોઈ પણ ક્ષેત્રે બહુમુખી પ્રતિભા ધરાવે છે. બોલી, ભાષા અને વાણી થકી જયારે અન્યનું ઉચ્ચારણ કે ભાવાર્થ, જયારે નાગર-બ્રાહ્મણ થાય, ત્યારે કુદરતને પણ આભાર કહેવાનું મન થાય અને જયારે એ વ્યક્તિએ પોતાની ઓળખ નહી પણ બોલી, ભાષા, વાણી, વિવેક, વિન્રમ્રતા અને પ્રતિભા થકી જયારે એ ઓળખાય, તે છે ખરો નાગર-બ્રાહ્મણ. નરસિંહ મહેતાના વંશજ તરીકે ઓળખવામાં નાગર બ્રાહ્મણને નહી પણ અન્યને બોલવામાં જયારે વટ અને ગૌરવ થાય, એ છે સાચો નાગર-બ્રાહ્મણ.

કુદરતની પણ અલગ શબ્દ થકી છે, એ જ્ઞાતિની ચણાવટ,
મિઠાશ, વિનમ્રતા અને પવિત્રતા છે, થોડી અમારી જમાવટ,
ન કહેશો, અમારું વ્યક્તિત્વ છે, અમારી ચણાવટ,
અન્યનું નિખાલસ ઉચ્ચારણ જ નાગર-બ્રાહ્મણ છે,
એ છે અમારી થોડી જમાવટ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular