Friday, March 29, 2024
Homeરાજ્યગુજરાતહાર્દિક પટેલે કોંગ્રેસ પર કર્યા મોટા આરોપો, આ વાતને લઇને માફી માંગી

હાર્દિક પટેલે કોંગ્રેસ પર કર્યા મોટા આરોપો, આ વાતને લઇને માફી માંગી

ભાજપમાં જોડાવાને લઇને કહ્યું કે...

- Advertisement -

ગઈકાલે હાર્દિક પટેલે કોંગ્રેસના તમામ હોદ્દા અને પક્ષ માંથી રાજીનામુ આપી દીધું હતું. કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ત્યારે આજે રોજ હાર્દિક પટેલે પત્રકાર પરિષદમાં કહ્યું કે હું ખુલ્લા મનથી ચર્ચા કરવા આવ્યો છુ. મે મન ચોખ્ખું રાખીને લોકોના અધિકાર માટે આંદોલન કર્યું હતું. હાર્દિક પટેલે કહ્યું કે મે વર્ષ 2017 થી 2019 સુધી આંદોલન કર્યું હતું. અને જયારે કોંગ્રેસમાં જોડાયો ત્યારે અનેક સપનાઓ લઇને જોડાયો હતો. ભાજપ પક્ષમાં જોડવાને લઇને હાર્દિક પટેલે કહ્યું કે હજુ ભાજપમાં જોડાવાનો મારો કોઈ નિર્ણય નથી. મે રાજીનામું આપ્યું એટલે ખોટી ખોટી વાતો કરાય છે.

- Advertisement -

હાર્દિક પટેલે કોંગ્રેસ માંથી રાજીનામાં બાદ પાર્ટી પર પ્રહારો કરતાં કહ્યું કે ગુજરાતમાં માત્ર હાર્દિક જ કોંગ્રેસની નારાજ નથી. કોંગ્રેસમાં માત્ર લોકોનો ઉપયોગ કરવાનું જ રાજકારણ થાય છે. કોંગ્રેસે કાર્યકારી અધ્યક્ષ બનાવ્યો પરંતુ કોઈ જવાબદારી સોંપી નહી. કોંગ્રેસમાં જ્યારે કોઈ મજબુત નેતા આગળ આવે  ત્યારે તેમને હટાવવાના પ્રયાસો થાય છે. હાર્દિકે વધુમાં કહ્યું કે જ્યારે મે સાચી વાતો કરવાની શરુ કરી તો મને બદનામ કરવામાં આવ્યો અને મોટા નેતાઓ માત્ર એસીમાં બેસી રહે છે. ઉપરાંત જયારે અમે રેલીઓ કરતાં તો કોંગ્રેસના નેતાઓ રેલીઓ ફેલ કરવાના ષડ્યંત્ર રચતા હતા. અને જયારે કોઈ કોંગ્રેસ સામે વાતો કરે તો તે વેચાઈ ગયાની પક્ષ વાતો કરે છે. 117 જેટલા નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડયો એટલે ચિંતન કરવાની જરૂર પડી.

કોંગ્રેસ પર પ્રહારો કરતાં હાર્દિકે જણાવ્યું કે મે રાજીનામું આપ્યું તો લોકોએ મને અભિનંદન આપ્યા. માત્ર 5થી7 નેતાઓ જ કોંગ્રેસ ચલાવે છે. અને દિલ્હીમાં ગુજરાતના નેતાઓ રાહુલ ગાંધીને ભરમાવે છે. અને દિલ્હીમાં એવી વાતો કરે છે કે ગુજરાતમાં પરિણામ નહી મળે. અને કોંગ્રેસની બેઠકમાં માત્ર જાતીવાદની જ વાત હોય છે.  તેમજ કોંગ્રેસમાં લેઉઆ અને કડવા પાટીદારોમાં ભેદ પડાવવાની વાતો થાય છે. હાર્દિકે કહ્યું કે 2017માં અમારા જેવા લોકોનો જ ઉપયોગ થયો. બીજા આરોપો લગાવતા તેણે કહ્યું કે યુથ કોંગ્રેસની ચૂંટણીમાં 5 કરોડ રૂપિયા ઉઘરાવે છે. અને મારા કહેવાથી જો કોંગ્રેસ ટીકીટ આપતી હોય તો કોંગ્રેસ મુર્ખ કહેવાય.

- Advertisement -

1985ની ગુજરાત સરકાર ખામ થીયરીના કારણે નહોતી બની. પરંતુ ઇન્દિરા ગાંધીની હત્યાને કારણે સરકાર બની હતી. કોંગ્રેસ કોઈની પીડા જ સમજતી નથી. કોંગ્રેસ દર વખતે વેચાઈ જવાની વાતો કરે છે પરંતુ લોકોની સમસ્યા સમજતી નથી. 2017માં કોંગ્રેસ માટે વોટ માંગ્યા તે બદલ હાર્દિક પટેલે માફી માંગી. હાર્દિકે મોટો ખુલ્લાસો કરતાં જણાવ્યું કે તે જયારે કોંગ્રેસમાં હતો ત્યારે જ પાટીદારોએ ચેતવ્યો હતો. ઘણા આગેવાનોએ પણ તેને કોંગ્રેસમાં ન જોડાવા અંગે કહ્યું હતું તેની પણ હાર્દિક પટેલે માફી માંગી. તેમજ તેના પપ્પાએ પણ કોંગ્રેસમાં જોડાવાની ના પાડી હતી. તેણે કહ્યું કે મારા પિતાનું નિધન થયું ત્યારે કોંગ્રેસના એક નેતા પણ નહોતા આવ્યા.

હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે કે નહી તે અંગે કહ્યું કે હજુ ભાજપમાં જોડાવાનો મે કોઈ નિણર્ય કર્યો નથી. મે કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યું એટલે ખોટી ખોટી વાતો થાય છે. પરંતુ કોંગ્રેસમાંથી ગર્વ સાથે રાજીનામું આપ્યું છે. વિરોધ પક્ષમાં કોઈ પ્લાન જ નથી માત્ર તે વિરોધ જ કરે છે. વધુમાં તેણે કહ્યું કે રઘુ શર્મા પાસેથી  જ રાજસ્થાન સરકારે જ મંત્રાલય લઇ લીધું હતું. કોંગ્રેસમાં રહીને ત્રણ વર્ષ બરબાદ કર્યા અને લોકોને પણ કોંગ્રેસ પર ભરોસો ન કરવા હાર્દિક પટેલે જણાવ્યું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular