Wednesday, November 19, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસશું તમને પણ બપોરે જમ્યા પછી સુવાની ટેવ છે..?? તો આ જાણી...

શું તમને પણ બપોરે જમ્યા પછી સુવાની ટેવ છે..?? તો આ જાણી લો…

કાઠીયાવાડની એક રીતે છે કે બપોરે 2 થી 4 સુવાનું એટલે સુવાનું જ….આવા વાકયો ઘણીવાર તમને પણ સાંભળ્યા હશે. મોટાભાગના લોકો બપોરે ભોજન કર્યા બાદ 2-3 કલાક સુવાનું પસંદ કરે છે. સવારથી બપોર સુધીમાં ઘરના જુદા જુદા કાર્યોમાં વ્યસ્ત રહ્યા બાદ લોકો થાક અનુભવે છે અને બપોરે જમ્યા બાદ સુઈ જાય છે.

- Advertisement -

ભોજન કર્યા બાદ તાત્કાલિક સુવાથી અમુક તકલીફોનું જોખમ રહે છે. તેનાથી શરીરમાં ફેટ અને વોટર એલિમેન્ટ વધી જાય છે અને તમારી પાચનશકિત ખરાબ થાય છે. મેટાબોલિઝમ કમજોર પડી શકે છે. તો ડાયાબિટીસ, મેદસ્વીપણુ વજન વધવુ અને કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ વધી શકે છે.

બપોરે જમ્યા પછી વામકુક્ષી કરી શકાય એટલે કે ડાબા પડખે ફરીને માથાને હાથનો ટેકો આપીને માથુ ઉંચુ રાખીને 10 મિનિટ સુઈ શકાય જેથી પાચન શકિત પ્રબળ બને અને આયુર્વેદ અનુસાર જે લોકો વધુ શારીરિક શ્રમ કરે છે જેમને વૃદ્ધો અને બાળકો તે લોકો 48 મિનિટની ઉં લઇ શકે છે. અને જે લોકો બપોરે જમતા નથી તે લોકો પણ પાવરનેપ લઇ શકે છે.

- Advertisement -

(અસ્વીકરણ: સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular