Friday, September 13, 2024
Homeરાષ્ટ્રીયકોરોનાની દવા અને સાધનો પર GST ઘટાડાયો, બ્લેક ફંગસની દવાઓ પર કોઈ...

કોરોનાની દવા અને સાધનો પર GST ઘટાડાયો, બ્લેક ફંગસની દવાઓ પર કોઈ ટેક્સ નહી

- Advertisement -

આજે GST Council ની 44 મી બેઠક યોજવામાં આવી હતી. તે અંગે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં બ્લેક ફંગસના ઈન્જેકશનને ટેક્સ ફ્રી કરવામાં આવ્યા છે. ત્યારે રેમેડેસિવીર ઈન્જેકશન પર હવેથી 5% GST લાગશે.

- Advertisement -

આજની બેઠકમાં કોરોના સંબંધિત મેડિકલ ઇક્વિપમેન્ટસ અને દવાઓ પર GSTમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આજની બેઠકમાં જે ઘોષણા કરી તે 30 સપ્ટેમ્બર 2021 સુધી છે.  જેમાં રેમડેસિવિર પર GSTનાં રેટને 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દીધા છે, બ્લેક ફંગસની દવા Tocilizumab, Amphotericin B દવાઓ પર GSTને સંપુર્ણપણે માફ કરી દેવામાં આવી છે, મેડિકલ ગ્રેડ ઓક્સિજન માટે GSTના દરને 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવી છે.

આજની બેઠક બાદ નીતિન પટેલે  પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં જણાવ્યુ છે કે  ઓક્સિજન ઉપર અગાઉ 12%જીએસટી લાગતો હતો જે હવે  ઘટાડીને  5% કરવામાં આવ્યો છે. ગુજરાતમાં રોજે 1200 મેટ્રિક ટન જેટલો જથ્થો વપરાતો હતો. જેની ખરીદીમાં 12% ટેક્સ લાગતો હતો જેમાં હવે 5% ટેક્સ લાગશે. બાયપેપ પર જીએસટી ઘટાડીને 5%  કરવામાં આવ્યો છે.  GSTનો આ દર BiPaP મશીન, ઓક્સિજન કંસંટ્રેટર, વેન્ટિલેટર, પલ્સ ઓક્સિમીટર પર લાગુ થશે, તે ઉપરાંત કોવિડ ટેસ્ટિંગ કિટ, હેન્ડ સેનિટાઇઝર, ટેમ્પરેટર ચેક ઇક્વિપમેન્ટ પર GSTને ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવી છે. હાલમાં એમ્બ્યુલન્સ પરનો GST દર 28 ટકા છે.જે ઘટાડીને 12% કરવામાં આવ્યો છે.

- Advertisement -

કોરોનાની વેક્સીન પર GST દર 5% જ રહેશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે રસી ઉપર 5% GST છે. જેમાં 75% ખરીદી કેન્દ્ર સરકાર કરી રહી છે. જો રસી મફતમાં આપવામાં આવે તો પણ જનતા ઉપર GSTનો ભાર નહીં પડે.

આ ઉપરાંત  અગ્નિ સંસ્કાર માટે  સીએનજી ગેસ, ઇલેક્ટ્રિક ભઠ્ઠી અને અન્ય ભઠ્ઠીઓ પર 18% ટેક્સ લાગતો હતો. જે ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular