Saturday, September 14, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં દાદા અને પૌત્રને માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા

જામનગર શહેરમાં દાદા અને પૌત્રને માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા

ઉદ્યોગનગર વિસ્તારમાં બુલેટથી ઠોકર મારી પછાડયા : છ શખ્સોએ પાઈપ અને લાકડી વડે લમધાર્યા : જાતિ વિષયક અપમાનિત કર્યા : પોલીસ દ્વારા છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ

- Advertisement -

જામનગર શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાંથી બાઇક પર જતા દાદા અને પૌત્રને અડધો ડઝન જેટલા શખ્સોએ બાઈક પર આવી બુલેટ મોટરસાઈકલથી બાઈકને ઠોકર મારી પછાડી દઈ લોખંડના પાઈપ અને લાકડી વડે હુમલો કરી જાતિ વિષયક અપમાનિત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતાં પિયુષ રમેશભાઈ ખરા નામનો યુવક મંગળવારે સાંજના સમયે તેના દાદા પુનાભાઈ ખરા સાથે મામલતદાર ઓફિસે ચૂંટણીના જામીન આપી જીજે-10-બીકયુ-1299 નંબરના બાઈક પર ઘર તરફ જતા હતાં તે દરમિયાન ઉદ્યોગનગર એસોસિએશન વાળ રોડ પર પહોંચ્યા ત્યારે શંકરટેકરીમાં રહેતાં બ્રિજરાજસિંહ જેઠવા અને અજાણ્યા શખ્સોએ તેના બુલેટ મોટરસાઈકલ પર આવી યુવકના બાઈકને ઠોકર મારી દાદા અને પૌત્રને પછાડી દીધા હતાં તેમજ એકટીવ પર આવેલા અન્ય પાંચ અજાણ્ય અને બ્રિજરાજસિંહ સહિતના છ શખ્સોએ લોખંડના પાઈપ અને લકડી વડે દાદા-પૌત્ર ઉપર હુમલો કર્યો હતો. તેમજ યુવકને જાતિ વિષયક અપમાનિત કર્યો હતો. હુમલો કરી જાતિ વિષયક અપમાનિત કર્યાના બનાવમાં ઘવાયેલા દાદા-પૌત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવમાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણન આધારે ડીવાયએસપી જે.એન. ઝાલા તથા સ્ટાફે છ શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ – એટ્રોસિટીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular