Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરધ્રોલ ગામમં મહિલા ઉપર ત્રણ શખ્સો દ્વારા બેટ વડે હુમલો

ધ્રોલ ગામમં મહિલા ઉપર ત્રણ શખ્સો દ્વારા બેટ વડે હુમલો

- Advertisement -

ધ્રોલ ગામમાં સ્કૂલની બાજુમાં રહેતાં મહિલા ઘરની બહાર નિકળતા ગાળો આપતા શખ્સ સહિતના ત્રણ શખ્સોએ મહિલાને ધકકો મારી પછાડી દઇ લાકડાના બેટ વડે માર મારતા વચ્ચે છોડાવવા પડેલા વ્યક્તિને પણ માર માર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ ગામમાં ગોકુલ-4 માં જ્ઞાનજ્યોત સ્કૂલની બાજુમાં રહેતાં ગુલાબબેન અશ્વીનભાઈ કલોલા નામના મહિલ ગત તા.24 ના રાત્રિના સમયે તેના ઘરની બહાર નિકળ્યા ત્યારે રાજભા ખંભાળિયાવાળો તથા બે અજાણ્યા શખ્સો ગાળો કાઢતા હતા અને મહિલા બહાર નિકળતા લાકડાના બેટ વડે મહિલાને માર મારી પછાડી દઇ ઇજા પહોંચાડી હતી તેમજ અન્ય વ્યક્તિ મહિલાને છોડાવવા વચ્ચે પડતા તેના ઉપર પણ ત્રણ શખ્સોએ માર મારી ઈજા પહોંચાડી હતી. હુમલાના બનાવ અંગેની મહિલા દ્વારા જાણ કરાતા હેકો આર.કે. મકવાણા તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular