આર્થિક સંકટનો સામનો કરી રહેલ પાકિસ્તાનની ગ્લોબલ બેઈજજતી થઈ રહી છે. ત્યારે યુએનએ પાકિસ્તાનને અત્યાર સુધીમાં 150 જેટલા આતંકીઓ અને ટેરર ગ્રુપનુ બ્લેક લીસ્ટ ધર્યુ છે. યુએને પાકિસ્તાન સાથે સંડોવાયેલા જે આતંકીઓને બ્લેક લીસ્ટ કર્યા છે તેમાં મુંબઈ આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ હાફીઝ સઈદ, જૈશ એ મોહમ્મદનો સંસ્થાપક મસુદ અઝહર અને 1993 ના બોમ્બ ધડાકાનો આરોપી અન્ડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ પણ સામેલ છે.
આ પહેલા યુએન સંયુકત રાષ્ટ્ર પાકિસ્તાનનો મોસ્ટ વોન્ટેડ આતંકી અબ્દુલ રહેમાન મકકીને ગ્લોબલ ટેરરીસ્ટની યાદીમાં સામેલ કરી ચૂકયુ છે. સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 આઈએસઆઈએલ અને અલકાયદા પ્રતિબંધ સમિતિએ સોમવારે પકડીને જાહેર આતંકવાદીઓની યાદીમાં સામેલ કર્યા હતા. આ યાદીમાં મકકી સામેલ થતા જ તેની સંપતિઓ જપ્ત કરી લેવાઈ છે અને તેના પ્રવાસ પર પ્રતિબંધ લાદી દેવાયો છે. યુએનની વૈશ્વીક આતંકી યાદી મુજબ યુએન આવા લગભગ 150 આતંકી સંગઠનો અને આતંકીઓને બ્લેક લીસ્ટ કર્યા છે. જેમના તાર કાં તો પાકિસ્તાન સાથે જોડાયેલા છે અથવા પાકિસ્તાન-અફઘાનિસ્તાન સીમાવર્ટ વિસ્તારમાંથી ઓપરેટ થઈ રહ્યા છે. ગત વર્ષે ભારતે યુએનની કાઉન્ટર ટેરરીઝમ કમિટીને સંબોધન કરતા સ્પષ્ટ રીતે જણાવ્યું હતું. આતંકવાદનું કેન્દ્ર બની ચુકેલુ પાકિસ્તાન આતંકી સંગઠનોને પાળવા-પોષવામાં લાગ્યુ છે. બીજી બાજુ આતંકના પર્યાય બની ચુકેલા પોતાના જીગરી દોસ્તને બચાવવામાં આગળ રહેનાર ચીને પણ આતંકવાદ પ્રત્યે પોતાનું વલણ બદલ્યુ છે. મકકીને વૈશ્ર્વિક આતંકી જાહેર કરવા માટે ભારત અને અમેરિકા સંયુકત પ્રસ્તાવ લઈને આવ્યા હતા પરંતુ ચીને તેના પર વીટો લગાવ્યો હતો. હવે ચીનનું આ મામલે 7 મહિના બાદ વલણ બદલ્યુ છે.
પાકિસ્તાનનો વૈશ્વિક ફજેતો, 150 આતંકીઓ બ્લેકલિસ્ટ
યુએને તૈયાર કરેલા બ્લેક લિસ્ટમા મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફીઝ સઈદ, જૈશ એ મોહમ્મદનો સંસ્થાપક મસૂદ અઝહર, અન્ડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમનો સમાવેશ : આતંકવાદ મામલે જીગરી દોસ્ત ચીને પણ પાક.પ્રત્યે બદલ્યુ વલણ