Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં એકસેસ બાઈકને પાછળથી અજાણ્યા વાહને ઠોકર મારતા બાળકીનું મોત

જામનગરમાં એકસેસ બાઈકને પાછળથી અજાણ્યા વાહને ઠોકર મારતા બાળકીનું મોત

અન્ય બાળકીને ટયુશને મોકલી પરત ફરતા સમયે કાકા-ભત્રીજીના એકટીવાને અકસ્માત: કાકાને સામાન્ય ઈજા: બાળકીનું ગંભીર પહોંચતા ઘટનાસ્થળે મોત :અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ

- Advertisement -

જામનગર શહેરના ઉદ્યોગનગરમાં મેલડી માતાજીના મંદિર નજીક અજાણ્યા વાહને પાછળથી ઠોકર મારતા એકસેસ ચાલક અને બાળકી પડી ગયા હતાં. આ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા બાળકીનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લાના ઢસારા ગામના વતની અને હાલ જામનગર શહેરમાં ગોકુલનગર રડાર રોડ પરના સાયોનાવાળી શેરીમાં રહેતાં વેપારી આનંદસિંહ સર્વેસસિંહ કચ્છવાય નામનો યુવાન બુધવારે સાંજના સમયે તેના ભાઈ સંજીવસિંહની પુત્રી તાકસીને તેના જીજે-10-ડીએસ-1917 નંબરના એકસેસ બાઈક પર હિંગળાજ ચોક ખાતે ટયુશન કલાસમાં મોકલીને પરત ફરતો હતો તે દરમિયાન ઉદ્યોગનગર વિસ્તારમાં મેલડી માતાજીના મંદિર પાસે પહોંચ્યો ત્યારે પાછળથી પુરપાટ આવી રહેલા અજાણ્યા વાહનચાલકે એકસેસ બાઈકને ઠોકર મારતા બાઈકચાલક આનંદસિંહ અને તેની ભત્રીજી દિપાંશી નામના બંને જણા રોડ પર પટકાયા હતાં અને આ અકસ્માતમાં રોડ પર પટકાતા આનંદસિંહને પગમાં તથા દિપાંશી નામની બાળકીને માથામાં તથા શરીરે ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતમાં બનાવની જાણ કરાતા પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા સ્ટાફે મૃતક બાળકીના પિતા સંજીવસિંહના નિવેદનના આધારે અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular