Monday, October 7, 2024
Homeરાષ્ટ્રીયટિકીટ વગર પણ ચડી જાવ ટ્રેનમાં, TTE આપશે ટિકીટ

ટિકીટ વગર પણ ચડી જાવ ટ્રેનમાં, TTE આપશે ટિકીટ

- Advertisement -

ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે કામના સમાચાર છે. હવે તમે રિઝર્વેશનના નિયમો વિના પણ ટ્રેનમાં મુસાફરી કરી શકો છો. હવે જો તમારે અચાનક મુસાફરી કરવી પડે તો ગભરાવાની જરૂર નથી. પહેલા ફક્ત તત્કાલ ટિકિટ બુકિંગ નિયમોનો વિકલ્પ હતો. પરંતુ તેમાં પણ ટિકિટ મેળવવી સરળ ન હતી. આવી સ્થિતિમાં રેલ્વે તમને એક એવી સુવિધા આપી રહ્યું છે જેના હેઠળ તમે હવે રિઝર્વેશન વિના મુસાફરી કરી શકો છો.

- Advertisement -

જો તમારી પાસે રિઝર્વેશન નથી અને તમારે ટ્રેનમાં ક્યાંક જવું છે, તો તમે પ્લેટફોર્મ ટિકિટ લઈને જ ટ્રેનમાં ચઢી શકો છો. તમે ટિકિટ ચેકર પાસે જઈને ખૂબ જ સરળતાથી બનાવેલી ટિકિટ મેળવી શકો છો. આ નિયમ રેલવે દ્વારા જ બનાવવામાં આવ્યો છે. આ માટે તમારે પ્લેટફોર્મ ટિકિટ લઈને તરત જ TTEનો સંપર્ક કરવો પડશે. પછી TTE તમારા ગંતવ્ય સ્થાન સુધી ટિકિટ બનાવશે.જો ટ્રેનમાં સીટ ખાલી ન હોય તો 111 તમને રિઝર્વ સીટ આપવાનો ઇનકાર કરી શકે છે. પરંતુ મુસાફરી રોકી શકતા નથી.

જો તમારી પાસે રિઝવવેશન નથી. તો આવી સ્થિતિમાં પેસેન્જર પાસેથી 250 રૂપિયાના દંડની સાથે તમારે મુસાફરીનું કુલ ભાડું ચૂકવીને ટિકિટ મેળવવી જોઈએ. રેલવેના આ મહત્વપૂણં નિયમો જે તમારે જાણવું જ જોઈએ. પ્લેટફોર્મ ટિકિટ પેસેન્જરને ટ્રેનમાં ચઢવા માટે હકદાર બનાવે છે. આ સાથે મુસાફરે તે જ સ્ટેશનથી ભાડું ચૂકવવું પડશે જ્યાંથી તેણે પ્લેટકોમં ટિકિટ લીધી છે. ભાડું વસૂલતી વખતે ડિપાચંર સ્ટેશનને પણ એ જ સ્ટેશન ગણવામાં આવશે. અને સૌથી મોટી વાત એ છે કે તમારે એ જ ક્લાસનું ભાડું પણ ચૂકવવું પડશે જેમાં તમે મુસાકરી કરી રહ્યા હોવ. જો તમારી ટ્રેન કોઇ કારણસર ચૂકી જાય તો ટીટીઇ આગામી બે સ્ટેશનો સુધી તમારી સીટ કોઇને પણ ફાળવી શકશે નહીં એટલે કે આગામી બે સ્ટેનો પર તમે ટ્રેન પહેલા પહોંચીને તમારી મુસાફરી પૂર્ણ કરી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે બે સ્ટેશનો પછી ટીટીઇ આરએસી ટિકીટ ધરાવતા પેસેન્જરને સીટ ફાળવી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular