જામનગરના સિનિયર સિટીઝન સાથે પૂર્વ આયોજિત કાવતરૂં રચી વોટસએપ ગુ્રપ દ્વારા શેરમાં રોકાણ કરાવી જંગી નફો કમાવવાની લાલચ આપી 1,81,00,000 કરોડની છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે બે શખ્સોને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની વિગત મુજબ જામનગર સહિત દેશભરમાં ઓનલાઇન છેતરપિંડીના બનાવો ચિંતાજનક રીતે વધી રહયા છે. તેમજ સરકાર દ્વારા આ સાઇબર ક્રાઇમ અટકાવવા માટે અનેક પ્રકારના જાગૃતિ ફેલાવવાના સતત હાથ ધરવામાં આવી રહયા છે. તેમ છતાં લોકો આવી છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. હાલમાં જ જામનગર શહેરમાં રહેતા સિનિયર સિટીઝન સાથે પૂર્વ આયોજિત કાવતરૂં રચી ઠગ ટોળકીએ વોટસએપ ગ્રુપ બનાવી વિવિધ બેન્કોના ખાતાઓનો અને જુદા-જુદા મોબાઇલ નંબરોનો ઉપયોગ કરી ઈઅઞજઊઠઅઢ – નામની ફેક એપ્લીકેશન દ્વારા સિનિયર સિટીઝનને શેરોમાં રોકાણ કરાવી જંગી નફો આપવાની લાલચ આપી 30-9-2024થી 23-10-2024 સુધીના સમય દરમ્યાન 1,81,00,000 લાખનું રોકાણ કરાવ્યું હતું અને ત્યારબાદ આ ઠગ ટોળકીએ રોકાણ કરેલ અને શેરનો નફો પણ પરત આપ્યો ન હતો જેથી સિનિયર સિટીઝને તેના રૂપિયાની અવારનવાર માંગણી કરવા છતાં રકમ પરત નહીં મળતાં આખરે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.
જેના આધારે પોલીસ અધિક્ષક પ્રેસસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ આઇ.એ. ધાસુરા, પીએસ પી.વી. ગોહિલ, હે.કો. કુલદિપસિંહ જાડેજા, પો.કો. કાળુભાઇ વસરા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી ટેકનિકલ એનાલિસીસ અને હ્યુમન સોર્શિસથી ગીર સોમનાથમાંથી કિશોર વાલા જોગદીયા (રે. મેટોડા જીઆઇડીસી રાજકોટ મુળ અમરેલી), ઘનશ્યામ મધુ પરમાર (ગીર સોમનાથ રે. નામના બન્ને શખ્સોને દબોચી લઇ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ટોળકી દ્વારા શેરબજારમાં રોકાણના નામે જંગી નફો આપવાની લાલચ આપી લોકોને ફસાવતા અને રોકાણ કરાવી રૂપિયા ઓળવી જતા હતા. પોલીસે બન્ને પાસેથી એક મોબાઇલ અને મોબાઇલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.