Thursday, April 18, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્રમાં આ જગ્યાએ આજે પણ ગાંધીજીના અસ્થિકુંભ સચવાયેલા છે

સૌરાષ્ટ્રમાં આ જગ્યાએ આજે પણ ગાંધીજીના અસ્થિકુંભ સચવાયેલા છે

- Advertisement -

અમરેલીમાં આજે પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના અસ્થિકુંભ સચવાયેલા છે. મહાત્મા ગાંધી અસ્થિ વિસર્જન સમિતી બીરલા મંદિર નવી દિલ્હી દ્વારા આ અસ્થિ અમરેલીના તત્કાલીન ધારાસભ્ય ડો.હરિપ્રસાદ ભટ્ટને અપાયા હતા. અને તેઓએ પોતાના ઘરે ગાંધીજીના અસ્થીકુંભને સાચવીને રાખ્યા હતા.પરંતુ હરીપ્રસાદના નિધન બાદ તેમના પત્ની સુભદ્રાબેન ભટ્ટને અમરેલીની જનતાએ ધારાસભ્ય તરીકે ચુંટી કાઢયા હતા. સુભદ્રાબેન ભટ્ટ અમરેલીના ગીરધરભાઇ સંગ્રહાલય સમિતિના સભ્ય હોવાથી તેઓએ ગાંધીજીના અસ્થિકુંભ સંગ્રહાલયમાં આપી દીધા હતા.

- Advertisement -

મહાત્મા ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન અમરેલીની સાત વખત મુલાકાત લીધી હતી. બીજી ઓકટોબરે અહી શાળાના બાળકો આ અસ્થિકુંભના દર્શન કરી ગાંધીજીના સંસ્મરણા વાગાળે છે. આ ઉપરાંત સંગ્રહાલયના સંચાલકો દ્વારા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર તેમજ સુતરની આંટી પહેરાવી ગાંધીજીના જીવનકવન વિશે બાળકોને માહિતગાર કરે છે. બીજી ઓકટોબરે અહી શાળાના બાળકો આ અસ્થિકુંભના દર્શન કરી ગાંધીજીના સંસ્મરણા વાગાળે છે. આ ઉપરાંત સંગ્રહાલયના સંચાલકો દ્વારા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર તેમજ સુતરની આંટી પહેરાવી ગાંધીજીના જીવનકવન વિશે બાળકોને માહિતગાર કરે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular