Saturday, October 12, 2024
Homeરાજ્યજામનગરગિરગાયના ગોબરમાંથી બનાવેલી ગણપતિ બાપ્પાની મૂર્તિ આપના ઘરને પોઝિટિવ એનર્જી આપશે -...

ગિરગાયના ગોબરમાંથી બનાવેલી ગણપતિ બાપ્પાની મૂર્તિ આપના ઘરને પોઝિટિવ એનર્જી આપશે – VIDEO

- Advertisement -

શ્રાવણ માસ પૂર્ણ થતાં જ દરેક લોકો ગણપતિબાપ્પાના આગમનની તૈયારીમાં વ્યસ્ત થઇ ગયા છે. આવતીકાલે ગણેશ ચતુર્થીના પાવન દિવસે લોકો પોતાના ઘરે બાપ્પાની પધરામણી કરે છે અને 10 દિવસ સુધી તેમની પૂજા-અર્ચના કરે છે. આ દસ દિવસ સુધી દરેકના ઘરમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળે છે. વળી સરકાર દ્વારા પીઓપીની બનાવેલી મૂર્તિ પર પ્રતિબંધ કરીને ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું ચલણ વધાર્યું છે. ત્યારે જામનગરમાં ગિર ગાયના ગોબરમાંથી બનાવેલી ગણપતિબાપ્પાની અવનવી મૂર્તિ મળે છે.

- Advertisement -

વોર્ડ નં. 7ના કોર્પોરેટર અમિતાબેન બંધીયાની રાજપાર્ક શેરી નં. 2 ખાતે અક્ષરગીર ગૌશાળા આવેલી છે. જેના દ્વારા સ્વસહાય જૂથના બહેનો ગાયના ગોબર અને ગૌ-મૂત્ર દ્વારા ઘણી બધી વસ્તુઓ બનાવેલ છે. ત્યારે હાલ ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર આવતાં બહેનો દ્વારા ગણપતિ બનાવવામાં આવ્યા છે. તેનું વેચાણ એમ્યુઝમેન્ટ પાર્ક પાસે કરવામાં આવે છે. ત્યારે આ ગણપતિની 10 દિવસ પૂજા બાદ તેનું ઘરે જ પાણીની બાલદીમાં વિસર્જન કરીને તેને ખાતર તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય તેવા કેમિકલ વગરના કલર વાપરીને ગણપતિની જુદી-જુદી પાંચ સાઇઝની મૂર્તિઓ બનાવવામાં આવી છે.

- Advertisement -

તો આ વર્ષે ગિરગાયના ગોબર અને ગૌ-મૂત્રથી બનેલી પવિત્ર ગણપતિ મૂર્તિને આપણા ઘરે પધરામણી કરી ઘરને પોઝિટિવ એનર્જી આપીએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular