Tuesday, October 8, 2024
Homeરાજ્યજામનગરપીઓપીની મૂર્તિનું વેંચાણ બંધ કરાવતા કોર્પોરેટર દ્વારા વિરોધ - VIDEO

પીઓપીની મૂર્તિનું વેંચાણ બંધ કરાવતા કોર્પોરેટર દ્વારા વિરોધ – VIDEO

- Advertisement -

જામનગરમાં ગણેશ ચતુર્થીનો શનિવારથી પ્રારંભ થાય તે પૂર્વે જામનગર મહાનગરપાલિકા દ્વારા પીઓપીની ગણેશની મૂર્તિનું વેંચાણ બંધ કરાવતા કોંગ્રેસી કોર્પોરેટર રચનાબેન નંદાણિયા દ્વારા આ અંગે રજૂઆત કરવા જામનગર મહાનગરપાલિકા ખાતે પહોંચી ગયા હતાં અને ગણેશધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

- Advertisement -

પીઓપીની મૂર્તિને કારણે પર્યાવરણને નુકસાન થતું હોય, જામનગર મહાનગરપાલિકા દ્વારા પીઓપીની ગણેશ મૂર્તિનું વેંચાણ નહીં કરવા વિક્રેતાઓને સૂચના આપી હતી અને જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા પીઓપીની ગણેશની મૂર્તિનું વેંચાણ બંધ કરાવતા વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા મૂર્તિકારોને સાથે લઇ જામનગર મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા હતાં અને સીવીલ એન્જીનિયરની ઓફિસ બહાર ગણેશધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular