જામનગર શહેરના બેડી વિસ્તારમાં ગેસના ગોડાઉન પાસે જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા બે શખ્સોને એક લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ નાશી ગયેલી મહિલા સહિતના આઠ શખ્સોની શોધખોળ આરંભી 10 શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના બેડી સાયચાના ઢાળિયા પાસે આવેલા ગેસના ગોડાઉન નજીક જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા હોવાની એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ જે.વી. ચૌધરી તથા પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન ભરત ટેકચંદ રામનાણી, ચંદુલાલ વિજુમલ કુકડિયા નામના બે શખ્સો જૂગાર રમાડી નાલ ઉઘરાવતા એલસીબીની ટીમે ઝડપી લીધા હતાં.
એલસીબીની ટીમે પૂછપરછ હાથ ધરતા આયશાબેન નુરમામદ સાયચા, સિકંદર નુરમામદ સાયચા, મુકેશ ભરવાડ, સતિષ ઉર્ફે સતિયો સિંધી, રમેશ ઉર્ફે રામુ ટમેટો પ્રેમજી સિધ્ધી, આર.કે. ઉર્ફે રામુ અને બે અજાણ્યા સહિતના આઠ શખ્સો નાશી ગયા હોય, પોલીસે રૂા.1,02,000 ની રોકડ રકમ અને પાંચ હજારની કિંમતનો મોબાઇલ ફોન તથા બે નંગ ઘોડીપાસાનો મુદ્દામાલ કબ્જે કરી નાશી ગયેલા મહિલા સહિતના આઠ શખ્સોની શોધખોળ આરંભી 10 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.