આજીવન કેદની સજા ધરાવતા કેદીઓની 14 વર્ષની સજા પૂર્ણ કરી સારી વર્તણુંક ધરાવતા 4 કેદીઓને જામનગર જિલ્લા જેલમાંથી મુકત કરવામાં આવ્યા હતા.

પોલીસ મહા નિર્દેશક અને જેલોના ઇન્સ્પેકટર જનરલ ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા આજીવન કેદની સજા પામેલા અને કોરા 14 વર્ષ પૂર્ણ કર્યા હોય અને જેલમાં સારી વર્તણુંક ધરાવતા કેદીઓને વહેલી તકે માફી મળે તે માટે હકારાત્મક પ્રયત્નો થકી ગૃહવિભાગ ગુજરાત સરકારના આદેશો અનુસાર જામનગર જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી અલી હારૂન ગંઢાર, બચુ હારૂન ગંઢાર, ઇબ્રાહિમ કાસમ ગંઢાર, આમીન હાસમ ભગાડ સહિત 4 કેદીઓને બીએનએનએસ 2023ની કલમ 473 હેઠળ બાકીની સજા માફ કરી વહેલી જેલ મુકિત ઉપર છોડવાનો હુકમ કરતાં 4 કેદીઓને શરતોને આધિન જેલમુકત કર્યા હતા. તેમજ તેમના જેલ જીવનના અનુભવો રેકોર્ડ કરવામાં આવ્યા હતા. તેઓને ફુલહાર કરી મોં મીઠું કરાવી ધાર્મિક પુસ્તકો તથા પોતાની પોસ્ટની પાસબુક આપી સમાજમાં પુન:સ્થાપનની શુભેચ્છાઓ પાઠવાઇ હતી.