હિન્દુ સેના દ્વારા ગઇકાલે જામનગરવાસીઓને ‘છાવા’ ફિલ્મ નિ:શુલ્ક બતાવાવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેયર સહિતના મહાનુભાવો તેમજ શહેરીજનો તથા હિન્દુ સેનાના કાર્યકરો ઉપસ્થિત રહેલ હતા.છત્રપતિ શિવાજી જન્મજયંતિ નિમિતે હિન્દુ સેના દ્વારા શિવાજીના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર બનેલી ફિલ્મ ‘છાવા’ જામનગરના મેહુલ સિનેમેકસમાં નિ:શુલ્ક બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટના નેજા હેઠળ કરાયેલા આ આયોજનમાં પ્રારંભમાં 11 કર્મકાંડી બ્રાહ્મણોની ટીમ દ્વારા મંત્રોચ્ચાર કરાયા હતા. આ તકે મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશભાઇ કગથરા, શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલભાઇ કગથરા, હિન્દુ સેના સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદન, સૌરાષ્ટ્ર ઉપપ્રમુખ ગૌરવ મેતા, હિન્દુ સેના વિભાગ અધ્યક્ષ અશોકભાઇ સોલંકી, જિલ્લા અધ્યક્ષ રોહિત ચૌહાણ, શહેર અધ્યક્ષ દિપક પિલ્લાઇ, શહેર મંત્રી જીતુભાઇ ગાલા સહિતના ઉપસ્તિ રહેલ હતા. શહેર ઉપપ્રમુખ ધીરેન નંદા, ઉપપમુખ મેહુલ મેતા, યુવા ઉપપ્રમુખ સાગર ચૌહાણ, સચિન જોષી, કરણ દવે, રામુ મદ્રાસી સહિતનાએ જહેમત ઉઠાવેલ હતી. મુખ્ય આયોજનમાં હિન્દુ સેના પૂર્ણકાલિન, કિશન નંદા અને મંથન અઘેરાએ વ્યવસ્થા સંભાળી હતી.