જામનગર શહેરમાં યાદવનગર વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવિંગ કરતા યુવાને સાત વર્ષ પહેલાં બે શખ્સોને આઠ લાખમાં ટ્રક વેંચાણ આપ્યો હતો. આ ટ્રકના બાકી રહેતાં 6.50 લાખ બંને શખ્સોએ ન આપી યુવાન સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં બેડી બંદર રોડ પર આવેલા અને યાદવનગરમાં રહેતાં ઈમરાનભાઈ સલીમભાઈ છીતરા નામના યુવાને વર્ષ 2018 ની સાલમાં જીજે-09-વાય-9945 નંબરનો ટ્રક અકરમ મહમદ બ્લોચ અને યુસુફ બુખારી નામના બે શખ્સોને રૂા.8 લાખમાં વેંચ્યો હતો આ ટ્રકના બાકી નિકળતા રૂા.6.50 લાખ બંને શખ્સોએ સાત વર્ષથી ઈમરાનને આપ્યા ન હતાં તેમજ ટ્રકની આરસી બુક લઇ જઇ વિશ્ર્વાસઘાત કરી ટ્રક ગાયબ કરી દઈ છેતરપિંડી આચરી હોવાનું જણાતા ઈમરાન દ્વારા બે શખ્સો વિરૂધ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પીએસઆઇ એસ.એમ. સિસોદીયા તથા સ્ટાફે ગુનોનોંધી તપાસ આરંભી હતી.