જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જામનગરના એરપોર્ટ ઉપર પણ સધન ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને એરપોર્ટ મોકડ્રીલ સંદર્ભે ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આ પૂર્વે જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, આર. બી. દેવધા, વી. કે. પંડયા, તથા પોલીસ ઇન્સ્પેકટર સહિતના અધિકારીઓ સાથે યુઘ્ધની પરિસ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થા જાળવવા અને લોકો ભયભીત ન બને તે માટે પોલીસને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત એરપોર્ટ વિભાગના મહિલા પીએસઆઇ આર. કે. ગોસાઈ અને તેઓની ટીમ દ્વારા આજે એરપોર્ટના દ્વારે સઘન વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને તમામ પ્રકારના વાહનોની ઝીણવટભરી તલાશી લેવામાં આવી હતી. ઉપરાંત વાહનચાલકો વગેરેની પૂછપરછ પણ કરી લેવામાં આવી છે. જો કે, કશું વાંધાજનક મળ્યું નથી.

જામનગરથી મુંબઈ જતી અને આવતી ફ્લાઈટ કે જેને ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે અને આ ત્રણ દિવસ દરમિયાન મુસાફરોને અવરજવર કરવા માટેની ટિકિટો કેન્સલ કરાઇ રહી છે.