Saturday, June 14, 2025
Homeરાજ્યજામનગરસિકયોરિટીને અંધારામાં રાખી લાખોટા તળાવમાં માછીમારીની ઝાળ પાથરી દેવાઈ!

સિકયોરિટીને અંધારામાં રાખી લાખોટા તળાવમાં માછીમારીની ઝાળ પાથરી દેવાઈ!

જામનગર શહેરની મધ્યમાં આવેલા લાખોટા તળાવમાં અવાર-નવાર માછીમારી કરાતી હોવાની ઘટનાઓ સામે આવે છે. અગાઉ પણ મહાનગરપાલિકાના સિકયોરિટી વિભાગ દ્વારા તળાવમાં ગેરકાયદેસર થતી માછીમારી ઝડપી લેવામાં આવી છે તેમ છતા સિકયોરિટીની બેદરકારની કારણે તળાવમાંથી માછીમારી થતી રહે છે. દરમિયાન જામનગરના બન્ને તળાવને જોડતા વચલા પુલ પાસે અજાણ્યા શખ્સો દ્વારા માછીમારીની જાળ નાખવામાં આવી હોવાની જાગૃત નાગરિક દ્વારા જાણ કરાતા મહાનગરપાલિકાની સિકયોરિટી વિભાગ અને લાખોટા તળાવના સ્ટાફે તાત્કાલિક કામગીરી કરી આ માછલી પકડવાની ઝાળ બહાર કાઢી હતી. જેમાં અસંખ્ય માછલાઓ અને કાચબાઓ જીવતા મળી આવ્યા હતાં જેથી તંત્ર દ્વારા માછલીઓ અને કાચબાઓને ફરીથી તળાવમાં મુકી દેવામાં આવ્યા હતાં જ્યારે ઝાળને બહાર કાઢી લીધી હતી. જો કે, અગત્યની ગંભીર બાબત એ છે કે આટલી આટલી સિકયોરિટી હોવા છતાં તળાવની વચમાં માછલી પકડવાની ઝાળ કેવી રીતે નાખી શકાય ? કેમ કે આ માછલી પકડવાની ઝાળ અંદરના કોઇ કર્મચારીની સંડોવણી વગર નાખવી શકય નથી. અને સમયાંતરે તળાવમાંથી માછલી પકડવાની ઝાળ મળી આવતી હોય છે ત્યારે મહાનગરપાલિકાના હાર્દસમા એવા આ તળાવની સિકયોરિટી કેટલી કડક અને મજબુત છે ? તે સમજી શકાય તેવી બાબત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular