આજના યુગમાં ઘરમાં ઝડપી ઈન્ટરનેટ રહેવું ફક્ત લક્ઝરી નથી, પણ જરૂરિયાત બની ગયું છે. પરંતુ ઘણી વાર એવું બને છે કે WiFi એક રૂમમાં બહુ સારી રીતે ચાલે છે અને બીજા રૂમમાં સિગ્નલ ખુબ નબળા હોય છે, અથવા તો કેટલાક ખૂણામાં ઇન્ટરનેટ પૂરતું મળતું જ નથી. ખાસ કરીને જ્યારે WiFi રાઉટર એક રૂમમાં હોય અને તમારે બીજા ફ્લોર કે બેડરૂમમાંથી વીડિયો કોલ કરવી પડે, ત્યારે આ સમસ્યા વધી જાય છે.

આ સમસ્યાનું મુખ્ય કારણ એ છે કે WiFi સિગ્નલ પણ રેડિયો તરંગો જેવી રીતે દરેક દિશામાં ફેલાય છે. આ તરંગોને દિવાલો, મેટલ, ઈલેક્ટ્રોનિક્સ અને ઘણી વાર ફર્નિચર પણ બ્લોક કરે છે. પરંતુ સારા સમાચાર એ છે કે કેટલીક સરળ ટિપ્સથી તમે તમારા હાલના WiFi રાઉટરને વધુ અસરકારક બનાવી શકો છો – કોઈ નવું ગેજેટ ખરીદ્યા વગર. ચાલો જોઈએ એવા 5 સરળ હેક્સ કે જેઓ તમારા WiFiને ફાસ્ટ અને સ્ટેબલ બનાવી શકે છે:
1. રાઉટરનું સ્થાન બદલો – ખૂણામાં નહીં, ઘરના મધ્યમાં મૂકો
WiFi સિંગલ દરેક દિશામાં ફેલાય છે. જો રાઉટર ઘરના ખૂણે મૂકવામાં આવે, તો સિગ્નલનો મોટો ભાગ વેસ્ટ થાય છે અને અન્ય ભાગોમાં તે યોગ્ય રીતે નથી પહોંચતા. રાઉટર ઘરના કેન્દ્રિય વિસ્તારમાં એવી જગ્યાએ મૂકો જ્યાં અવરોધ ઓછા હોય અને સંભવ હોય ત્યાં ઊંચાઈ પર સ્થાન આપો. ટેબલ કે દિવાલ પર માઉન્ટ કરેલું સ્થાન હંમેશા ફ્લોરની નજીક મુકેલા રાઉટર કરતા વધુ અસરકારક સાબિત થાય છે.
2. મેટલ અને ઇલેક્ટ્રોનિક ચીજોથી દૂર રાખો
રાઉટરની આસપાસ જો માઈક્રોવેવ, ફ્રિજ, ટીવી કે મોટું કાંચનું કાચ હોય, તો તે WiFi સિગ્નલને બ્લોક કે રિફ્લેક્ટ કરી શકે છે. મેટલ અને કાચ જેવી સામગ્રી WiFi તરંગોને અવરોધે છે. તેમ જ જ્યારે આસપાસ ઘણા ઇલેક્ટ્રોનિક ડિવાઈસીસ હોય છે, ત્યારે પણ સિગ્નલ ડિસ્ટર્બ થાય છે. તેથી રાઉટર એવી જગ્યાએ મૂકો જ્યાં દિવાલ ઓછી હોય અને આસપાસ ઇલેક્ટ્રોનિક્સ ઓછી હોય.
3. રાઉટરના ચેનલને મેન્યુઅલી બદલો
WiFi રાઉટર સામાન્ય રીતે આપમેળે કોઈ ચેનલ પસંદ કરે છે. પણ જો આજુબાજુના અનેક ઘરોમાં તે જ ચેનલ વપરાતી હોય, તો સિગ્નલમાં ઇંટરફેરન્સ થાય છે. પરિણામે સ્પીડ ધીમી પડે છે, કનેક્શન ડ્રોપ થાય છે અને સ્ટ્રીમિંગ દરમિયાન બફરિંગ આવે છે.
તમારા રાઉટરનું વેબ પેનલ (બ્રાઉઝર માં 192.168.1.1 લખીને લોગિન કરો) ખોલી અને ત્યાં WiFi ચેનલ “Auto” બદલીને Channel 1, 6 અથવા 11 પસંદ કરો – કારણ કે આ ત્રણે ચેનલ એકબીજાની વચ્ચે ઓવરલેપ કરતા નથી.
4. દર અઠવાડિયે રાઉટરને રીસ્ટાર્ટ કરો
બહુજ લોકોએ months સુધી પોતાનું WiFi રાઉટર ચાલુ જ રાખ્યું હોય છે. આવી સ્થિતિમાં તેની પર્ફોર્મન્સ ધીરે ધીરે ઘટે છે. એક સામાન્ય રીસ્ટાર્ટ પણ રાઉટરની મેમરીને ક્લિયર કરી શકે છે, સિગ્નલને ફરીથી સ્ટેબલ બનાવી શકે છે અને સ્પીડમાં સુધાર કરે છે.
5. Repeater કે WiFi Extender નો ઉપયોગ કરો – જો ઉપરના હેક્સથી કામ ન ચાલે
જો તમારું ઘર બહુ મોટું છે કે પછી મલ્ટી-ફ્લોર છે, તો માત્ર રાઉટરનું સ્થાન બદલવાથી કામ ચાલતું નથી. આવા સમયે WiFi Repeater અથવા Extender સૌથી સારું સોલ્યુશન છે. આ નાના ડિવાઇસ WiFi સિંગલને પકડીને તેને આગળ ફોર્વર્ડ કરે છે, જેના કારણે ‘Dead Zones’ કવર થઈ જાય છે.
પહેલા ઘરે દરેક ખૂણામાં WiFi સિંગલ ચેક કરો અને પછી જોઈ લો કે સૌથી મજબૂત સિંગલ કયા સુધી છે. ત્યારબાદ WiFi Extenderને એ પોઈન્ટ નજીક મૂકો. હાલ ₹1,000 થી ₹2,500ની અંદર સારા બ્રાન્ડના WiFi Repeater મળી જાય છે, અને તેને સેટ અપ કરવો પણ ખુબ સરળ છે – ફક્ત સોકેટમાં લગાવો અને સીધું મોબાઇલ કે બ્રાઉઝરથી કનેક્ટ કરો.
ઘરનો ઈન્ટરનેટ ધીમો ચાલે તે હાલતમાં ગુસ્સો આવે તે સ્વાભાવિક છે, પણ થોડા ધ્યાન અને સમજદારીથી તમે તમારા હાલના WiFi સેટઅપને વધારે અસરકારક બનાવી શકો છો. ઉપર જણાવેલા હેક્સ અજમાવશો તો ચોક્કસ સ્પીડ અને કનેક્ટિવિટી બંનેમાં તમને ફરક અનુભવાશે.