Saturday, October 12, 2024
Homeરાજ્યજામનગરખેતીવાડી નજીક ઝૂંપડામાં આગ

ખેતીવાડી નજીક ઝૂંપડામાં આગ

- Advertisement -

જામનગરમાં ખેતીવાડી વિભાગમાં આવેલ ઝુંપડપટ્ટીમાં વહેલી સવારે અકસ્માતે આગ ભભૂકી ઉઠતાં અફડા-તફડી મચી જવા પામી હતી. જેન્તીભાઇ કરશનભાઇ પરમારની માલિકીના ઝૂંપડામાં આગ લાગતાં આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાના પગલે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક દોડી જઇ સમયસર આગ પર કાબુ મેળવતાં સદ્નસિબે મોટી જાનહાની ટળી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ બે ગાડી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular