Tuesday, April 14, 2026
Homeરાજ્યજામનગરફાયર વિભાગ દ્વારા ફાયર-ડે નિમિત્તે શહિદ જવાનોને શ્રઘ્ધાંજલિ

ફાયર વિભાગ દ્વારા ફાયર-ડે નિમિત્તે શહિદ જવાનોને શ્રઘ્ધાંજલિ

જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર-ડે નિમિત્તે શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે જામ્યુકો કમિશનર, ચીફ ફાયર ઓફિસર, અધિકારીઓ, ફાયરના જવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.
વર્ષ 1944માં મુંબઈના વિક્ટોરીયા ડોકયાર્ડમાં આગની દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં બચાવ કામગીરી દરમિયાન ફાયરના જવાનો શહિદ થયા હતાં. આથી દર વર્ષે તા. 14 એપ્રિલના રોજ ફાયર ડે મનાવાય છે અને 14 એપ્રિલથી 20 એપ્રિલ સુધી નેશનલ ફાયર વિકની ઉજવણી અંતર્ગત દેશભરમાં મોકડ્રીલ અને તાલીમ સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે. આ ફાયર વિકના પ્રારંભે ફાયર ડેની ઉજવણી નિમિત્તે જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા આજે સવારે શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે જામનગર મહાનગર પાલિકા કમિશનર ડી.એન.મોદી, ચિફ ફાયર ઓફિસર કે. કે. બિશ્નોઈ, ડે. કમિશનર, દેવેન્દ્રસિંહ ઝાલા, અધિકારીઓ મુકેશભાઈ વરણવા, ભાવેશભાઈ જાની સહિતના અધિકારીઓ, ફાયરના જવાનોએ ઉપસ્થિત રહીને શ્રધાંજલિ અર્પણ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular