Saturday, August 1, 2026
Homeરાજ્યહાલારફ્રી મૂવીની લિંક દ્વારા ખેડૂત સાથે લાખોની છેતરપિંડી

ફ્રી મૂવીની લિંક દ્વારા ખેડૂત સાથે લાખોની છેતરપિંડી

ધ્રોલ તાલુકાના હરિપર ગામના ખેડૂત યુવાનને મોબાઇલ ફોનમાં ફ્રી મૂવીની ફ્રોડ એપ્લીકેશનની એપીકે ફાઇલની લિંક મોકલી અજાણ્યા માસ્ટર માઇન્ડે ખેડૂતના ખાતામાંથી રૂા. 3,58,700ની ઓનલાઇન છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ છેતરપિંડીના બનાવની વિગત મુજબ ધ્રોલ તાલુકાના હરિપર ગામમાં રહેતાં જગદિશભાઇ ઉકાભાઇ ભંડેરી (ઉ.વ.41) નામના પટેલ ખેડૂત યુવાનના મોબાઇલમાં ઇન્સ્ટા આઇડી પર ફ્રી મૂવીની ફ્રોડ એપ્લીકેશનની APK ફાઇલની લિંક મોકલી હતી. ત્યારબાદ ખેડૂત તેના ઘરે જતાં બપોરે ખેડૂતના પુત્ર દ્વારા આ ફાઇલ ડાઉનલોડ કરવામાં આવી હતી. ત્યારબાદ ગત્ તા. 30 મેથી તા. 03 જૂન સુધીના સમય દરમ્યાન સાયબર ફ્રોડે ખેડૂતનો મોબાઇલ હેક કરી બેન્ક ઓફ ઇન્ડિયાના 270710110008978 નંબરના બેન્ક ખાતામાંથી જુદી જુદી યુપીઆઇ આઇડી દ્વારા રૂા. 3,58,700ની રકમ ઉચાપાત કરી હતી. આ સાયબર ફ્રોડની જાણ થતાં ખેડૂતે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઇ એચ. વી. રાઠોડ તથા સ્ટાફે ખેડૂતના નિવેદનના આધારે છેતરપિંડીનો ગુનો નોંધી યુપીઆઇ આઇડીના આધારે શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular