Saturday, August 1, 2026
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, જાણો કયાં કેટલો વરસાદ - VIDEO

જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, જાણો કયાં કેટલો વરસાદ – VIDEO

જામનગર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરાઇ છે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાનો મુકામ જોવા મળી રહ્યો છે. જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ મેઘરાજા ગઇકાલે રાત્રીથી વરસી રહ્યા છે. જોકે જામનગર શહેરમાં હજુ પણ મેઘરાજા મન મુકીને વરસે તેમ લોકો ઇચ્છી રહ્યા છે. જામનગરમાં ગઇકાલે રાત્રે 8 વાગ્યાથી આજે સવારે 10 વાગ્યા સુધીમાં જામનગર તાલુકામાં 1 ઇંચ, જોડિયા તાલુકામાં 2 ઇંચ, ધ્રોલ તાલુકામાં 2 ઇંચ, કાલાવડ તાલુકામાં દોઢ ઇંચ, લાલપુર તથા જામજોધપુરમાં પોણો-પોણો ઇંચ વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન છુટા છવાયા વરસાદી ઝાપટાથી બે ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.

- Advertisement -

હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં ત્રણ દિવસ માટે ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇ જામનગર જિલ્લાની સાથે સાથે રાજ્યના વહિવટી તંત્ર સંપુર્ણ સજ્જ થયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સતર્ક થઇ મીટીંગો યોજાઇ હતી. જામનગર જિલ્લામાં પણ વહિવટીતંત્ર એલર્ટ છે અને બે દિવસ માટે શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી હતી. એસડીઆરએફ ફાયર વિભાગ સહિતની ટીમ સજ્જ રાખવામાં આવી છે જેથી કોઇપણ બચાવ અને રાહત કામગીરીની આવશ્યકતા પડે તો તાત્કાલીક ધોરણે કામગીરી હાથ ધરી શકાય જામનગરમાં ગઇકાલે સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું હતું લોકો હવે વરસાદની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે ત્યારે ગઇકાલે રાત્રીના 8 વાગ્યાથી જામનગર શહેર જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઇ હતી. ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું. જોકે જામનગર શહેરમાં હજુ પણ મેઘરાજાની સવારી ઝાપટાથી આગળ વધતી નથી હવે ઝાપટાને બદલે મેઘરાજા જામનગર ઉપર ઓળઘોળ થાય તેમ લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

- Advertisement -

આજે સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર તાલુકામાં 5 મી.મી., જોડિયા તાલુકામાં 1 ઇંચ, ધ્રોલ તાલુકામાં 1 ઇંચ, કાલાવડ તાલુકામાં પોણો ઇંચ, લાલપુર તાલુકામાં 6 મી.મી. તથા જામજોધપુર તાલુકામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. આજે સવારથી પણ જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘરાજાનો મુકામ રહ્યો હતો. આજે સવારે 6 થી 10 દરમિયાન જામનગર તાલુકામાં 16 મી.મી., જોડિયા તાલુકામાં 21 મી.મી., ધ્રોલ તાલુકામાં 29 મી.મી., કાલાવડ તાલુકામાં 17 મી.મી., લાલપુર તાલુકામાં 13 મી.મી. તથા જામજોધપુર તાલુકામાં 7 મી.મી. વરસાદ નોંધાયો છે. આમ ગઇકાલે રાત્રીના 8 વાગ્યાથી આજે સવારે 10 વાગ્યા સુધીના વરસાદ ઉપર એક નજર કરીએ તો જામનગર તાલુકામાં 1 ઇંચ, જોડિયા તથા ધ્રોલ તાલુકામાં બે-બે ઇંચ, કાલાવડ તાલુકામાં દોઢ ઇંચ, લાલપુર અને જામજોધપુર તાલુકામાં પોણો-પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગર શહેરમાં 1 ઇંચ વરસાદથી શહેરીજનોએ ઠંડક અનુભવી હતી. તો માર્ગો પર પણ પાણી ફરી વળ્યા હતાં. બાળકોને પણ શાળાઓમાં રજા હોય આજ સવારથી ધીમી ધારે વરસાદ ચાલુ હોય વરસાદમાં ન્હાવાની મજા માણી હતી.

- Advertisement -

જામનગર જિલ્લાના તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ સાવત્રીક વરસાદ જોવા મળ્યો હતો. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન જામનગર તાલુકાના વસઇમાં 10 મી.મી., લાખાબાવળમાં 6 મી.મી., મોટી બાણુંગાર 25 મી.મી., ફલ્લામાં 18 મી.મી., જામવંથલીમાં 15 મી.મી., મોટી ભલસાણમાં 12 મી.મી., અલીયાબાડામાં 20 મી.મી., દરેડમાં 7 મી.મી., જોડિયા તાલુકાના હડિયાણામાં 55 મી.મી., બાલંભામાં 40 મી.મી., પીઠમાં 20 મી.મી., ધ્રોલ તાલુકાના લતીપુરમાં 16 મી.મી., જાલીયાદેવાણીમાં 40 મી.મી., લૈયારામાં 8 મી.મી., કાલાવડ તાલુકાના નિકાવામાં 16 મી.મી., ખરેડીમાં 2 મી.મી., મોટા વડાળામાં 8 મી.મી., ભલસાણ બેરાજામાં 20 મી.મી., નવાગામમાં 30 મી.મી., મોટા પાંચદેવડામાં 18 મી.મી., જામજોધપુર તાલુકાના સમાણામાં 6 મી.મી., શેઠવડાળામાં 5 મી.મી., જામવાડીમાં 12 મી.મી., વાસજાળીયામાં 9 મી.મી., ધુનડામાં 6 મી.મી., ધ્રાફામાં 7 મી.મી., પરડવામાં 8 મી.મી., લાલપુર તાલુકાના પીપરટોડામાં 2 મી.મી., પડાણામાં 6 મી.મી., ભણગોરમાં 6 મી.મી., મોટા ખડબામાં 3 મી.મી., મોડપરમાં 5 મી.મી., હરીપરમાં 13 મી.મી. વરસાદ નોંધાયો છે.

જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે. આજે પણ સવારથી જામનગર શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને છુટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળ્યા હતાં. વરસાદને પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. મહત્તમ તાપમાન 31.5 ડીગ્રી, લઘુતમ તાપમાન 25.5 ડીગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 98% તથા પવનની ગતિ 14.1 કિ.મી. પ્રતિ કલાક નોંધાઇ હતી. ત્યારે હવે લોકો હવે છુટા છવાયા વરસાદી ઝાપટાને બદલે મેઘરાજા મન મુકીને વરસે તેમ પ્રાર્થના કરી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular