Saturday, August 1, 2026
Homeરાજ્યહાલારબોગસ રોયલ્ટી ચલણ સાથે પથ્થર ભરેલો ટ્રક ઝડપાયો

બોગસ રોયલ્ટી ચલણ સાથે પથ્થર ભરેલો ટ્રક ઝડપાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામરાવલ-અડવાણા માર્ગ પરથી પથ્થર ભરેલા ટ્રકને ખાણ ખનિજ વિભાગે આંતરીને તપાસ હાથ ધરતાં ટ્રકચાલક પાસે બોગસ રોયલ્ટી ચલણ મળી આવતા ટીમે પથ્થર ભરેલો ટ્રક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરથી આશરે 16 કિલોમીટર દૂર રાવલ – અડવાણા માર્ગ પર ખનિજ (દંગડા) પથ્થર ભરીને નીકળેલા ટ્રકને અટકાવી ચેકિંગ કરવામાં આવતા આ ટ્રકમાં જઈ રહેલા આરોપી રામજી રામશીભાઈ વાઘેલા અને રાકેશ રામજીભાઈ વાઘેલાએ પોતાના ટ્રકમાં બિનઅધિકૃત રીતે 23.71 મેટ્રિક ટન લાઈમ સ્ટોન (ખનીજ)નો જથ્થો લઈને નીકળ્યા હોવાનું ખુલવા પામ્યું હતું. આ ખનીજ અંગે આરોપી પાસે જરૂરી આધાર પુરાવાઓ માંગવામાં આવતા આરોપીએ અગાઉના રોયલ્ટી ચલણમાં ફેરફાર કરી અને બનાવટી રોયલ્ટી દ્વારા પોતાને આર્થિક ફાયદો મેળવવા માટે ખોટો દસ્તાવેજ ઊભો કરીને ઠગાઈ કરવાના ઇરાદે આ રોયલ્ટી ચલણ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ટ્રકમાં અસલ રોયલ્ટી કરતાં અલગ વજન અને સ્થળેથી ખનીજ ભરી અને અનઅધિકૃત રીતે વહન કરી ટ્રક તથા લિઝ ધારકે ઇસ્યુ ન કર્યું હોય તેવા પાસ બતાવી એડિટિંગ કરી આ ડીલીવરી ચલણ રજૂ કરવામાં આવ્યું હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

જેને અનુલક્ષીને કલ્યાણપુર પોલીસે રોયલ્ટી ઇન્સ્પેક્ટર કલરાજ પટેલની ફરિયાદ પરથી બંને આરોપીઓ પોરબંદર તાલુકાના મિયાણી ગામના રામજી રામસી વાઘેલા અને રાકેશ રામજી વાઘેલા સામે બી.એન.એસ.ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. યુ.બી. આખેડ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular