Thursday, May 7, 2026
Homeરાજ્યજામનગરબેડ ટોલ નાકા નજીક ટ્રાવેલર પલ્ટી મારતા પાંચને ઇજા

બેડ ટોલ નાકા નજીક ટ્રાવેલર પલ્ટી મારતા પાંચને ઇજા

જામનગર નજીક બેડ ટોલ નાકા પાસે ગત રાત્રિના સમયે પસાર થતી જીજે01 ઇટી 7800 નંબરની ટ્રાવેલરના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવી દેતાં ટ્રાવેલર પલ્ટી ખાઇ ગઇ હતી. ટ્રાવેલર પલ્ટી ખાઇ જતાં લોકોએ સ્થળ પર પહોંચી જઇ પાંચ ઇજાગ્રસ્તોને બહાર કાઢયા હતાં. જે પૈકીના દિવ્યાબેન (ઉ.વ.35), મોના શ્રીવાસ્તવ (ઉ.વ.40), રાહુલ (ઉ.વ.40) નામના ત્રણ સહિતના પાંચ લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તો પૈકીના બે વ્યક્તિઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular