Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીયજાણો દેશના સૌથી શક્તિશાળી મહિલા કોણ છે , નીતા અંબાણી બીજા ક્રમે

જાણો દેશના સૌથી શક્તિશાળી મહિલા કોણ છે , નીતા અંબાણી બીજા ક્રમે

અભિનેત્રી પ્રિયંકા ચોપરાને 39 મું સ્થાન

- Advertisement -

ફોર્ચ્યુન ઈન્ડિયાએ દેશની 50 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પ્રથમ સ્થાને છે. બીજા નંબરે નીતા અંબાણી અને ત્રીજા નંબર પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથનનું નામ છે. ટોપ ટેનમાં કિરણ મઝુમદાર, અરુંધતી ભટ્ટાચાર્ય, ગીતા ગોપીનાથ, સુચિત્રા ઇલે અને રેડ્ડી બહેનોનો પણ સમાવેશ થાય છે.

- Advertisement -

આ યાદીમાં સૌથી યુવા શક્તિશાળી મહિલા રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલની ડિરેક્ટર ઈશા અંબાણી છે. તેની ઉંમર 30 વર્ષની છે. તેના પછી 35 વર્ષીય દિવ્યા ગોકુલનાથ આવે છે. બાયજુની કો-ફાઉન્ડર દિવ્યા 35 વર્ષની છે. અભિનેત્રી પ્રિયંકા ચોપરાને 39 મું સ્થાન મળ્યું છે. એમેઝોન પ્રાઇમ વિડિયો ઇન્ડિયા ઓરિજિનલ્સના વડા અપર્ણા પુરોહિત (42) અને મેટ્રોપોલિસ હેલ્થકેરના પ્રમોટર અમીરા શાહ (42) ચોથા નંબરની સૌથી યુવા શક્તિશાળી મહિલાઓ છે. ઝૂમ વિડિયો કોમ્યુનિકેશન્સના સીઓઓ અપર્ણા બાવા (43)ને પાંચમું સ્થાન મળ્યું છે.

- Advertisement -

નિર્મલા સીતારમણને કોરોના સમયગાળા દરમિયાન દેશની અર્થવ્યવસ્થાને સંભાળવામાં પ્રથમ સ્થાન મળ્યું છે. ફોર્ચ્યુન ઈન્ડિયાએ નિર્મલા સીતારમણ વિશે કહ્યું છે કે માર્ચ 2020 માં લોકડાઉન લાગુ થયાના 36 કલાક પછી પ્રેસ કોન્ફરન્સ કરનાર તે પ્રથમ કેબિનેટ મંત્રી છે. આખો દેશ તે સમયે સરકારની યોજના વિશે જાણવા માંગતો હતો કે કોરોનાનો સામનો કેવી રીતે કરવો. તેમણે નાણામંત્રી તરીકે આ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular